- અમદાવાદમાં જમનાબેન વેગડા વધુ એક વિવાદમાં
- જમના બેન વેગડા ગેરકાયદે બાંધકામ મુદ્દ વિવાદમાં
- મણિનગરમાં નિવાસ સ્થાને કર્યું ગેરકાયદેસર બાંધકામ
- 3 દુકાનોનું કોમર્શિયલ બાંધકામ પુરજોશમાં
- AMCએ બાંધકામ રોકવા અપાઇ પ્રથમ નોટિસ
- દ. ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા ખાતાકીય કાર્યવાહી શરૂ
- નોટિસ ન સ્વીકારતા તંત્રએ ઘરે ચોંટાડયો મનાઈ હુકમ
- ચોંટાડેલી નોટિસ પણ બાંધકામ પરથી દુર કઈ દેવાઈ
- પહેલા કથિત કાળા જાદુ ઓડિયો થયો હતો વાયરલ
અમદાવાદ માનપાના વિવાદિત કોંગ્રેસી કોર્પોરેટર જમનાબેન વેગડા ફરીએક વાર વિવાદમાં સપડાયા છે. પહેલા પોતાના જ પક્ષના શૈલેષ પરમાર અને શહેઝાદખાન પઠાણ વિરુદ્ધ કાળો જાદુ કરવા માટે જમના વેગડાએ ધોરાજીની મહિલા તાંત્રિક હમીદા સાથે મળીને કાળો જાદુ કરવાનું પ્લાનિંગ કર્યું હોવાની ઓડિયો ક્લિપ વાયરલ થઇ હતી. ત્યાર બાદ જમના વેગડાને સસ્પેન્ડ કરી દેવાયા છે. જો કે હવે આ જ જમનાબેન વધુ એક વિવાદમાં સપડાયા છે.
જમનાબેન વેગડા ગેરકાયદે બાંધકામ મુદ્દે વિવાદમાં સપડાયા છે. મણિનગરમાં તેમના નિવાસ સ્થાને ગેરકાયદેસર બાંધકામ કરી 3 દુકાનોનું કોમર્શિયલ બાંધકામ પુરજોશમાં ચાલી રહ્યું છે. AMCએ બાંધકામ રોકવા પ્રથમ નોટિસ પણ આપી છે. દ. ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા ખાતાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. નોટિસ ન સ્વીકારતા તંત્રએ ઘરે મનાઈ હુકમ ચોંટાડયો હતો. જો કે, ચોંટાડેલી નોટિસ પણ બાંધકામ પરથી દુર કરી દેવાઈ છે. હવે જમનાબેન પાસે કારણદર્શક નોટિસ પણ ફટકારી જવાબ માંગવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, જમનાબેનએ શૈલેષ પરમાર અને શહેઝાદખાન પઠાણ વિરુદ્ધ કાળો જાદુ કરવા માટે ધોરાજીની તાંત્રિક હમીદા સાથે મળીને કાળો જાદુ કરવાનું પ્લાનિંગ કર્યું હોવાની ઓડિયો ક્લિપ વાયરલ થઇ હતી જે બાદ પાર્ટી તરફથી જમના વેગડાને સસ્પેન્ડ કરી દેવાયા છે.
મહાભારત / કૃષ્ણએ આખરે દુર્યોધનને તેની હારનું મુખ્ય કારણ જણાવ્યું
વસંત પંચમી / વસંત પંચમી પર સૂર્ય-શનિ-બુધની યુતિ, પરંતુ કાલસર્પ યોગથી રહો સાવધ
વસંત પંચમી / વસંત પંચમી પર કામદેવની પૂજા શા માટે કરવામાં આવે છે ? કારણ જાણીને લાગશે નવાઈ
