Covid-19 Update/ અમદાવાદમાં માઇક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં વધારો, કુલ સંખ્યા પહોંચી …

એએમસી દ્વારા આજ રોજ શહેરના વધુ 10 વિસ્તારને  માઇક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ  પશ્ચિમ ઝોનમાં માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે.

Top Stories India
  • અમદાવાદમાં માઇક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં વધારો
  • શહેરમાં વધુ 10 વિસ્તારમાં માઇક્રો કન્ટેઈન્મેન્ટ માં
  • સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં માઈક્રો કન્ટેઈન્મેન્ટ
  • 164 મકાનોના 605 લોકો માઇક્રો કન્ટેઈન્મેન્ટ માં
  • અમદાવાદમાં કુલ 21 વિસ્તાર માઈક્રો કન્ટેઈન્મેન્ટ

ગુજરાત રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં જાણે કોરોનાની ત્સુનામી જેવી પરિસ્થિતિ છે. રાજ્યમાં નોંધાયેલા કેસ માંથી અડધો અડધ કેસ માત્ર અમદાવાદ શહેરમાંથી સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ મનપા દ્વારા કોરોના પોઝિટિવ આવેલા વ્યક્તિના સમૂહની આસપાસનો વિસ્તાર  કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવે છે. ત્યારે અમદાવાદમાં હાલમાં માઇક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે.

એએમસી દ્વારા આજ રોજ શહેરના વધુ 10 વિસ્તારને  માઇક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ  પશ્ચિમ ઝોનમાં માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 164 મકાનોના 605 લોકો માઇક્રો કન્ટેમેન્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં કુલ 21 વિસ્તાર માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરમાં 269 અને ગ્રામ્યમાં 9 કેસ, સુરત શહેરમાં 74 અને ગ્રામ્યમાં 4 કેસ, વડોદરા શહેરમાં 41 અને ગ્રામ્યમાં 9 કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં આ ત્રણેય જિલ્લામાં સૌથી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 97 કેસ નોંધાયા છે. જો કે છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનનો એકપણ કેસ નોંધાયો નથી. હાલ રાજ્યમાં 53 ઓમિક્રોન એક્ટિવ કેસ છે જ્યારે કુલ 44 દર્દીઓ ઓમિક્રોનમાંથી સ્વસ્થ્ય બન્યા છે. ઓમિક્રોન મામલે પણ અમદાવાદ હોટ સ્પોટ સાબિત થયું છે. અમદાવાદમાં સૌથી વધુ 33 કેસ નોંધાયા છે જ્યારે બીજા નંબરે વડોદરામાં કુલ 21 કેસ નોંધાયા છે.

ગુજરાત / 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યૂનો સમય લંબાવાયો, રાજ્યમાં ઓમિક્રોનની ગંભીરતા ખૂબ ઓછી : આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ

હવામાન વિભાગ / માવઠાની અસર: રાજ્યમાં હજુ બે દિવસ ઠંડીમાં થશે વધારો

ગુજરાત / કેન્દ્રીય આરોગ્ય સચિવના કોરોના ગાઇડલાઇનનું કડક પાલનના આદેશ, વચ્ચે વિશાળ જનમેદની વચ્ચે CM યોજશે રોડ શો ..?

Omicrone / ઓમિક્રોન બનશે કોરોનાની કુદરતી રસી, નિષ્ણાતોએ કહ્યું- હવે થશે મહામારીનો અંત!

કોરોના સંક્રમિત / નોરા ફતેહીની કોરોનાથી થઈ હાલત ખરાબ, કહ્યું- ઘણા દિવસોથી બેડ પર પડી છું…