મોટી રાહત / જલ્દી જ ભારત પાસે હશે દુનિયાની પહેલી DNA વેક્સિન, ચાલી રહ્યો છે ત્રીજા ફેઝનો ટ્રાયલ

દેશમાં કોરોનાવાયરસનાં કહેરને રોકવા માટે હવે એક અન્ય વેક્સિન જલ્દી જ સામે આવવાની છે. આ વેક્સિન મેળવ્યા બાદ ભારતને કોરોનાથી લડવાામાં ઘણી મદદ મળશે.

દેશમાં કોરોનાવાયરસનાં કહેરને રોકવા માટે હવે એક અન્ય વેક્સિન જલ્દી જ સામે આવવાની છે. આ વેક્સિન મેળવ્યા બાદ ભારતને કોરોનાથી લડવામાં ઘણી મદદ મળશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ મંગળવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, ઝાયડસ કેડિલા કંપનીની કોવિડ-19 વેક્સિન ઝાયકોવ-ડીનાં ત્રીજા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યુ છે. તેમણે જણાવ્યું હતું કે ત્યાં પ્લાસ્મિડ ડીએનએ વેક્સિન છે. માંડવીયાએ ગૃહને જણાવ્યું હતું કે, જો આ રસી તમામ ટેસ્ટિંગ પસાર કરે છે અને દેશમાં ઉપયોગ માટે માન્ય કરવામાં આવે છે, તો તે કોરોનાવાયરસની રોકથામ માટે વિશ્વની પ્રથમ ડીએનએ આધારિત વેક્સિન હશે અને દેશમાં ઉપલબ્ધ ચોથી વેક્સિન હશે.

મોટા સમાચાર / જેફ બેઝોસે રચ્યો ઈતિહાસ, અંતરિક્ષનો સફર કરી ધરતી પર પરત ફર્યા

માંડવીયાએ સંસદને માહિતી આપી હતી કે, રસીકરણની ગતિ વધારવા માટે કંપનીઓ ભારતમાં તેમના ઉત્પાદનમાં વધારો કરી રહી છે. ‘દેશમાં કોરોના રોગચાળાનાં સંચાલન, રસીકરણનું કાર્ય અને સંભવિત ત્રીજી લહેરને દેખતા નીતિ અને પડકારો વિષય પર થયેલી અલ્પકાલિક ચર્ચા દરમ્યાન જણાવ્યું કે, કેડિલા હેલ્થકેર લિમિટેડનાં DNA આધારિત વેક્સિનનાં ત્રીજા ચરણનું ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યુ છે. મળતી માહિતી મુજબ લોકોને ડીએનએ-પ્લાસ્મિડ આધારિત ‘ઝાયકોવ-ડી’ રસીનો ત્રણ ડોઝ આપવામાં આવશે. તેની વિશેષ બાબત એ છે કે આ રસી બે થી ચાર ડિગ્રી સેલ્સિયસ તાપમાને રાખી શકાય છે. ઉપરાંત, કોલ્ડ ચેઇનની પણ જરૂર રહેશે નહીં. આની મદદથી તે માલ-સામાન સરળતાથી દેશનાં કોઈપણ ભાગમાં લઇ જઇ શકાય છે. બાયોટેકનોલોજી વિભાગ હેઠળનાં ઉપક્રમે બાયોટેકનોલોજી ઉદ્યોગ સંશોધન સહાય સમિતિ (બીઆઇઆરએસી) હેઠળ રાષ્ટ્રીય બાયોફર્મા મિશન (એનબીએમ) દ્વારા આ રસીને ટેકો આપવામાં આવ્યો છે.

જીત / રોમાંચક મેચમાં ભારતે શ્રીલંકાને 3 વિકેટથી હરાવ્યું,દિપક ચહરે મેચની બાજી પલટી

ત્રીજા ચરણનાં ટેસ્ટિંગનાં આંકડાઓનાં વિશ્લેષણ લગભગ તૈયાર છે અને કંપનીએ સરકારને જાણ કરી દીધી છે કે તે આવતા અઠવાડિયે તેની એન્ટિ-કોવિડ રસી માટેનાં ઇમરજન્સી યુઝ લાઇસન્સ માટે ભારતનાં ડ્રગ કંટ્રોલર જનરલ (ડીસીજીઆઈ) ને અરજી કરી શકે છે. આ રસીનું ટેસ્ટિંગ પુખ્ત વયે તેમજ 12 થી 18 વર્ષની વયનાં કિશોરો પર કરવામાં આવ્યું છે. ઝાયડસ કેડિલાએ 1 જુલાઈએ કહ્યું હતું કે તેણે તેની કોવિડ-19 રસી, ઝાયકોવ-ડીનાં સંકટ સમયે ઉપયોગ માટે સેન્ટ્રલ ડ્રગ રેગ્યુલેટરની મંજૂરી માંગી છે. કંપનીએ કહ્યું હતું કે, તેણે ભારતમાં અત્યાર સુધીમાં 50 થી વધુ કેન્દ્રોમાં તેની કોવિડ-19 રસી માટે ક્લિનિકલ ટ્રાયલ હાથ ધર્યા છે.


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment