Chicago/ એરપોર્ટ પર 3200 વાયગ્રાની ગોળીઓ સાથે ભારતીય શખ્સની ધરપકડ, મિત્ર માટે લઇ જઇ રહ્યો હતો દવા

અમેરિકાના શિકાગો એરપોર્ટ પર વાયગ્રા સાથે એક ભારતીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. એક ભારતીય ગેરકાયદેસર અમેરિકામાં દાણચોરી કરવા ગયો હતો. શિકાગો એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર આરોપી શખ્સ ભારતથી વાયગ્રાની દાણચોરી કરી અમેરિકા પહોંચ્યો હતો, પરંતુ તપાસ દરમિયાન તેને એરપોર્ટ પર પકડ્યો હતો. ભારતીયને એરપોર્ટ પર સ્કેન કરીને તેની તપાસ કરવામાં આવી ત્યારે તેની પાસેથી […]

World

અમેરિકાના શિકાગો એરપોર્ટ પર વાયગ્રા સાથે એક ભારતીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. એક ભારતીય ગેરકાયદેસર અમેરિકામાં દાણચોરી કરવા ગયો હતો. શિકાગો એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર આરોપી શખ્સ ભારતથી વાયગ્રાની દાણચોરી કરી અમેરિકા પહોંચ્યો હતો, પરંતુ તપાસ દરમિયાન તેને એરપોર્ટ પર પકડ્યો હતો.

ભારતીયને એરપોર્ટ પર સ્કેન કરીને તેની તપાસ કરવામાં આવી ત્યારે તેની પાસેથી 3200 થી વધુ વાયગ્રા ગોળીઓ મળી આવી હતી. યુએસ અધિકારીઓના જણાવ્યા મુજબ, 3200 વાયગ્રા ગોળીઓની કિંમત લગભગ 96 હજાર ડોલર છે. યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન અનુસાર, જ્યારે આરોપીની પૂછપરછ કરવામાં આવી ત્યારે તે સંતોષકારક જવાબ આપી શક્યો નહીં, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી.

Image result for chicago-airportARESTED

15 વર્ષના વિદ્યાર્થી સાથે 35 વર્ષીય શિક્ષિકાએ ખુલ્લા ખેતરમાં બાંધ્યો શારીરિક સંબંધ, પછી તપાસમાં બહાર આવ્યું….

સીબીપીના જણાવ્યા અનુસાર, અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા મુજબ, સરકારની પરવાનગી વગર બીજા દેશથી યુનાઇટેડ સ્ટેટ્સમાં દવાઓ વેચવાનો પ્રયાસ કરવો એ ગેરકાયદેસર છે. ભારતીય વ્યક્તિ પાસેથી 3200 ગોળીઓ મળી આવી હતી. પૂછપરછ દરમિયાન તેણે અમેરિકન અધિકારીઓને કહ્યું કે તે તેના મિત્ર માટે વાયગ્રા ગોળીઓ લઈને અમેરિકા ગયો હતો. આરોપીએ એમ પણ જણાવ્યું હતું કે તે વાયગ્રાની ગોળીઓ આસપાસ રહેતા અમેરિકન વચ્ચે સેક્સવર્ધક દવાઓ વેચવા માંગતો હતો..

જોકે શિકાગો એરપોર્ટ ઓથોરિટીએ આરોપીનું નામ અને ઓળખ જાહેર કરી નથી. સામાન્ય રીતે દાણચોર એકબીજા દેશમાં સોના અથવા દવાઓની સપ્લાય કરે છે, પરંતુ વાયગ્રાની દાણચોરીનો આ આશ્ચર્યજનક કિસ્સો બહુ ભાગ્યે જ જોવા મળ્યો છે.