Not Set/ શું જુઠ્ઠુ બોલી રહ્યુ છે ઉ.કોરિયા? WHO ને કહ્યુ- અમારા દેશમાં નથી કોરોનાનો એક પણ કેસ

છેલ્લા લગભગ દોઢ વર્ષથી સમગ્ર વિશ્વ કોરોના મહામારીની ઝપટમાં આવી ગયુ છે. ત્યારે આ વાયરસને હજુ પણ પૂરી રીતે ખતમ કરવામાં દુનિયાભરનાં વિજ્ઞાનીઓ નિષ્ફળ રહ્યા છે.

Top Stories World

છેલ્લા લગભગ દોઢ વર્ષથી સમગ્ર વિશ્વ કોરોના મહામારીની ઝપટમાં આવી ગયુ છે. ત્યારે આ વાયરસને હજુ પણ પૂરી રીતે ખતમ કરવામાં દુનિયાભરનાં વિજ્ઞાનીઓ નિષ્ફળ રહ્યા છે. દુનિયાનાં સૌથી શક્તિશાળી કહેવાતા દેશ અમેરિકામાં વાયરસથી સૌથી વધુ ખરાબ સ્થિતિ સર્જાઇ છે. આ વચ્ચે ઉત્તર કોરિયાએ ચોંકાવનારો દાવ કર્યો છે.

ચાર સુત્રીય શ્વેતપત્ર / કોરોનાના બીજા તબક્કામાં 90% મોત ઓક્સિજન થી અટકાવી શકાયા હોત , રાહુલનો કેન્દ્ર સરકાર પર હુમલો

ઉત્તર કોરિયાએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ને કહ્યું છે કે, તેણે 10 જૂન સુધીમાં કોરોનાવાયરસ સંબંધિત 30,000 થી વધુ લોકોની તપાસ કરી છે, પરંતુ દેશમાં હજી સુધી સંક્રમણનો એક પણ કેસ નોંધાયો નથી. WHO એ મંગળવારે એક સર્વેલન્સ રિપોર્ટમાં જણાવ્યું છે કે, ઉત્તર કોરિયાનાં તપાસમાં મળેલા ડેટા મુજબ, 4 જૂનથી 10 જૂન સુધીમાં 733 લોકોની તપાસ કરવામાં આવી હતી, જેમાં ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારીઓ અથવા શ્વસન ચેપ જેવા ગંભીર 149 લોકોનો સમાવેશ થાય છે. નિષ્ણાતો ઉત્તર કોરિયાનાં દાવા અંગે શંકાસ્પદ છે કે અહી સંક્રમણનો એક પણ કેસ નથી, જ્યારે ત્યાનુ આરોગ્ય માળખુ ઘણુ નબળુ છે અને તેના સૌથી મોટા સહયોગી અને તેની આર્થિક જીવનરેખા માનવામાં આવતા ચીનની સાથે તેની બોર્ડર અડે છે. ઉત્તર કોરિયાએ એન્ટીવાયરસ પ્રયત્નોને “રાષ્ટ્રીય અસ્તિત્વની બાબત” તરીકે વર્ણવતા પ્રવાસીઓ પર પ્રતિબંધ મુક્યો છે, રાજદ્વારીઓને બહાર મોકલ્યા છે અને બોર્ડર પારથી ટ્રાફિક અને વેપાર પર પ્રતિબંધ મૂક્યો છે. પોતે લાગુ કરેલા લોકડાઉનથી દેશનાં અર્થતંત્ર પર વધુ દબાણ આવ્યું છે.

જનતાને થશે લાભ / ગુજરાત સરકારે રાજ્યને પ્રદૂષણ મુક્ત બનાવવા નવી ઇલેક્ટ્રિક વ્હિકલ પોલીસી કરી જાહેર

દેશનાં પરમાણુ હથિયારોનાં કાર્યક્રમનાં કારણે દાયકાનાં ગેરવહીવટ અને યુએસ-આગેવાની હેઠળનાં પ્રતિબંધોનાં કારણે ઉત્તર કોરિયાની અર્થવ્યવસ્થા પહેલાથી જ સંકટમાં છે. ઉત્તર કોરિયાનાં નેતા કિમ જોંગ ઉને ગયા સપ્તાહે એક રાજકીય પરિષદ દરમ્યાન અધિકારીઓને કહ્યું હતું કે, તેઓ કોવિડ-19 પર લાંબા સમય સુધી પ્રતિબંધ રાખવા માટે તૈયાર રહે, જે દર્શાવે છે કે દેશ હજી તેની સરહદો ખોલવા તૈયાર નથી.