મુઝફ્ફરનગર: એક શખ્સે જેણે તેના લગ્નના ઘણા સપના જોયા હતા, પરંતુ તે દુલ્હન સાથે ઘરે પરત આવતાની સાથે જ સીધો પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. આ મામલો નોઈડા અને ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનરનો છે.
નોઇડાનો રહેવાસી આલોક શુક્લાના લગ્ન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઇ ગયા પરંતુ દુલ્હનને લઇને ઘરે આવતા જ સીધો સ્ટેશન પહોંચી ગયો. આલોક બુઢાનથી દુલ્હનને લઇને ઘરે પરત ફરી રહ્યો હતો, પરંતુ એવું કંઇક થયું કે સુહાગરાતની રાત પોલીસ સ્ટેશનમાંજ પસાર કરવી પડી.

મુંબઈ પોલીસે ધરપકડ કરી
આલોક પર ઓનલાઇન છેતરપિંડીનો આરોપ છે, ત્યારબાદ મુંબઈ પોલીસે આલોક એટલે કે વરરાજાની ધરપકડ કરી અને તેને પોતાની સાથે લઈ ગયા. સમાચારો અનુસાર, નોઇડામાં તેના પરિવાર સાથે રહેતા આલોકે ઓનલાઇન નોંધણીની ઓફિસ ખોલી છે. આલોકના લગ્ન મુઝફ્ફરનગરના સઠેડીમાં નક્કી થયા હતા અને તેન લગ્નની તમામ વિધિ પૂર્ણ થઈ તો બાદમાં બીજા દિવસે વિદાય સમારોહ યોજાયો હતો. વિદાય થતાંની સાથે જ દુલ્હન જોરશોરથી રડવા લાગી.
ત્યારબાદ આલોકના પરિવારના સભ્યો અને દુલ્હનના સબંધીઓ કારમાં બેસીને રવાના થઇ ગયા. જાન હજુ તો ઘરથી થોડી જ દૂર હતી ત્યાતો પોલીસે દુલ્હા-દુલ્હનને રોકી લીધા અને આલોકની ધરપકડ કરી. કોઇને જાણ થાય એ પહેલા જ પોલીસ તેને લઇને પોલીસ સ્ટેશન પહોંચી ગઇ હતી. પોલીસના જણાવ્યા અનુસાર ઘણા લોકોએ આલોક સામે છેતરપિંડી અને પૈસાની લેતીદેતીનો આરોપ લગાવ્યો છે.

વરરાજા વગર જાન ઘરે પહોંચી
પોલીસના જણાવ્યા મુજબ આલોક પહેલા વિદેશમાં રહેતો હતો અને ત્યાંથી પરત ફર્યા બાદ તેણે નોઈડામાં ઓનલાઇન પાસપોર્ટ આપવાની સેવા શરૂ કરી હતી. આ દરમિયાન તેની સામે મુંબઇમાં કેસ નોંધવામાં આવ્યો હતો. આલોકની ધરપકડ માટે મુંબઇ પોલીસે પહેલા નોઈડામાં દરોડા પાડ્યા હતા પરંતુ તે પોલીસનો હાથ ઝડપાયો ન હતો.
