Not Set/ ગ્રેટર નોઈડાની ચેરી કાઉન્ટી સોસાયટીનાં છઠ્ઠા માળેથી પડતાં 15 વર્ષની બાળકીનું મોત

ગ્રેટર નોઈડા વેસ્ટની હાઉસિંગ સોસાયટી ચેરી કાઉન્ટીમાં ગુરુવારે સાંજે એક છોકરી છઠ્ઠા માળેથી પડી હતી. તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હતો. પોલીસના જણાવ્યા અનુસાર છોકરીનું નામ ખુશી હતું અને તે 9 માં ઘોરણ અભ્યાસ કરતી હતી. હાલમાં પોલીસ તમામ પાસાઓની […]

India

ગ્રેટર નોઈડા વેસ્ટની હાઉસિંગ સોસાયટી ચેરી કાઉન્ટીમાં ગુરુવારે સાંજે એક છોકરી છઠ્ઠા માળેથી પડી હતી. તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હતો. પોલીસના જણાવ્યા અનુસાર છોકરીનું નામ ખુશી હતું અને તે 9 માં ઘોરણ અભ્યાસ કરતી હતી.

હાલમાં પોલીસ તમામ પાસાઓની તપાસ કરી રહી છે, જે પુરાવા મળશે તેના આધારે આગાળની કાર્યવાહી કરવામાં આવશે. ચેરી કાઉન્ટીમાં રહેતા પ્રત્યક્ષદર્શી શૈફાલીએ જણાવ્યું કે, છોકરી ટોપર બી -3 ના પાંચમા કે છઠ્ઠા માળેથી પડી ગઈ હતી. ત્યારે સાડા પાંચ વાગ્યાની આસપાસનો સમય હતો. નીચે પાર્કની આજુબાજુએ રહેલા લોકો ત્યાંથી દોડી આવ્યા હતા એન છોકરીને ઉપાડીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.  જ્યાં સારવાર દરમિયાન મોત નીપજયું હતું.

આપને જણાવી દઈએ કે આ છોકરી લગભગ 15 વર્ષની હતી. આ ઘટના બાદ સમગ્ર સોસાયટીમાં ચકચાર મચી જવા પામી હતી. જો કે હજુ સુધીએ જાની શકાયું નથી કે બાળકી જાતે પડી હતી કે તેને ધક્કો મારવામાં આવ્યો હતો તેને હાલ પોલીસ તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.