Hijab Row/ હિજાબ વિવાદ પર કંગના રનૌતે કહ્યું- સ્કુલમાં ન તો બુરખો ચાલશે, ન જય માતા દીનો દુપટ્ટો, યુનિફોર્મ જરૂરી છે

કંગના રનૌત આ દિવસોમાં પોતાના OTT ડેબ્યૂને લઈને ચર્ચામાં છે. તે ટૂંક સમયમાં રિયાલિટી શો લોકઅપમાં જોવા મળશે. આ દરમિયાન કંગનાએ ફરી એકવાર હિજાબ વિવાદ અંગે વાત કરી છે. કંગનાએ કહ્યું કે હિજાબ કરતાં ભણતર વધુ મહત્વનું છે.

Trending Entertainment
kangana-ranaut-opens-up-on-hijab-row-and-says-neither-burqa-nor-jai-mata-di-scarf-should-be-allowed-in-school-, pp

કંગના રનૌત આ દિવસોમાં પોતાના OTT ડેબ્યૂને લઈને ચર્ચામાં છે. તે ટૂંક સમયમાં રિયાલિટી શો લોકઅપમાં જોવા મળશે. આ દરમિયાન કંગનાએ ફરી એકવાર હિજાબ વિવાદ અંગે વાત કરી છે. કંગનાએ કહ્યું કે હિજાબ કરતાં ભણતર વધુ મહત્વનું છે. શાળામાં ‘જય માતા દી’નો દુપટ્ટો કે બુરખો ન ચાલી શકે. સમાન આદર ખૂબ જ મહત્વપૂર્ણ છે. આટલું જ નહીં, કંગનાએ એમ પણ કહ્યું કે શાળાઓમાં કોઈ પણ ધાર્મિક પ્રતીકનો પ્રચાર ન થવો જોઈએ.

કંગના રનૌતે કહ્યું કે હિજાબથી વધુ મહત્વનુ ભણતર છે. શાળાનો ડ્રેસ કોડ છે અને દરેકે તેનું પાલન કરવું જોઈએ. જ્યારે તમે શાળાએ જાઓ છો, ત્યારે તેનો અર્થ એ જ થાય છે કે આપણે ત્યાં ગણવેશમાં જવું પડશે, જેથી દરેક બાળક સમાન હોય અને તેમની વચ્ચે કોઈ ભેદભાવ ન હોય. દરેક વ્યક્તિએ શાળાના ડ્રેસ કોડનું સન્માન કરવું જોઈએ. શાળામાં કોઈ ધાર્મિક ચિહ્નનો પ્રચાર થવો જોઈએ નહીં. જ્યારે યુનિફોર્મ આપવામાં આવે છે ત્યારે તેમાં ગરીબ-અમીર, હિન્દુ-મુસ્લિમ બધા ભળી જાય છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા કંગના રનૌતે ઈરાનમાં ‘બુરકા ટુ બિકીની’નો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને લખ્યું હતું કે જો તમારામાં હિંમત છે તો અફઘાનિસ્તાનમાં બુરખો ન પહેરો. કંગનાની આ પોસ્ટ પર જાવેદ અખ્તરની પત્ની અને અભિનેત્રી શબાના આઝમીએ આકરી પ્રતિક્રિયા આપી હતી અને તેમને પૂછ્યું હતું કે- કદાચ કંગનાને ખબર નથી કે અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે ઘણો તફાવત છે?

લોકશાહીના રક્ષણ માટે અવાજ જરૂરી છે:
બીજી તરફ કંગના રનૌતે એક ચેનલ સાથેની વાતચીતમાં શબાના આઝમીની વાતનો જવાબ આપતા કહ્યું- ભારત અને અફઘાનિસ્તાનમાં ફરક છે. પરંતુ તે (શબાના આઝમી) કહેવાનો પ્રયાસ કરી રહી છે કે ભારત હવે લોકશાહી દેશ છે. પરંતુ 70-80 વર્ષ પહેલા ભારતમાં લોકશાહી ન હતી. અને 70 વર્ષ પછી પણ ભારત લોકશાહી રહેશે તેની કોઈ ખાતરી નથી. તેનું રક્ષણ કરવું પડશે. આ માટે અવાજ ઉઠાવવો પડશે.

World / નેહરુનું ભારત એક એવું બની ગયું છે જ્યાં અડધા સાંસદો સામે દુષ્કર્મ અને હત્યા જેવા ફોજદારી આરોપો પેન્ડિંગ છે :સિંગાપોરના વડા પ્રધાન

Gujarat / રાજ્ય સરકારની નવી ગાઈડલાઈન જાહેર, શાળા કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઈન

કચ્છ / કચ્છમાં વધુ 7 પાકિસ્તાની બોટ ઝડપાઇ, ઘુષણખોરો માટે લાલ જાજમ બનતો દરિયાકિનારો