અકસ્માત/ ખોખરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીનું અકસ્માતમાં મોત, પરિવારજનોમાં છવાયો માતમ

અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનમાં કાર્યરત પોલીસ કર્મચારીનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું છે. જ્યારે તેની પત્નીની હાલત નાજુક છે.

Ahmedabad Gujarat

અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનમાં કાર્યરત પોલીસ કર્મચારીનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું છે. જ્યારે તેની પત્નીની હાલત નાજુક છે. રસ્તા પર ગાયના અચાનક આવી જવાથી ગાયને બચાવવા માટે એક પોલીસ કર્મચારીની કાર દુર્ધટનાગ્રસ્ત થઈ ગઈ હતી.

આ પણ વાંચો :વાંચો, કોરોનાનો ડબલ મ્યુટેન્ટ શું છે ? જેના કારણે દુનિયાના દેશોમાં ભારતના નાગરિકોને નહીં મળે એન્ટ્રી

મળતી માહિતી મુજબ ખોખરા પોલીસ સ્ટેશનમાં કામ કરતા રમેશભાઇ ખુમાભાઇ ડામોર (ઉ.વ .35) એક દિવસની રજા બાદ મેઘરજ ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે મોડાસાના મધ્ય રસ્તા ઉપર અચાનક એક ગાય આવી ગઈ. ગાયને બચાવતી વખતે તેની કારનો અકસ્માત થયો હતો. ઘટનાની જાણ થતાં જ મોડાસા પોલીસનો કાફલો પહોંચ્યો હતો.

આ પણ વાંચો :કોરોના વકરતા રાજ્યના આ જીલ્લામાં લગાવાયું લોકડાઉન, જાણો કયા સુધી રહેશે આ પાબંધીઓ ?

પોલીસે જણાવ્યું કે પોલીસ જવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેની પત્નીની હાલત નાજુક છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. બનાવની જાણ થતાંની સાથે જ ખોખરા પોલીસ મથકમાં શોકનું વાતાવરણ છવાયું હતું.

આ પણ વાંચો :સરકારના દાવાઓથી હાઈકોર્ટ નાખુશ, ગંભીર દર્દીઓને પણ સંસાધનો માટે 3 થી 5 દિવસ વેઇટિંગમાં રહેવું પડે છે

આ પણ વાંચો :બાળકનો જીવ બચાવનારા મયુર શેલ્ખેને તેની બહાદુરી બદલ 50 હજારનું ઇનામ આપવામાં આવ્યું