Not Set/ એક જ દિવસે મેગા બજેટની આ ફિલ્મો રિલીઝ થશે જાણો…

આમિર ખાનની  ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ની રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે હવે  દર્શકોની રાહ ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહી છે,

Top Stories Entertainment

બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની  ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ની રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે હવે  દર્શકોની રાહ ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહી છે, કારણ કે ફિલ્મની રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે. ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ 14 એપ્રિલ, 2022ના રોજ બૈસાખીના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. જો કે, આમિરની ફિલ્મ તે દિવસે એકલી રિલીઝ નહીં થાય. આમિરની ફિલ્મને ટક્કર આપવા માટે યશની ફિલ્મ ‘KGF-2’, પ્રભાસની ફિલ્મ ‘સાલર’ અને વરુણ ધવન-કૃતિ સેનન સ્ટારર ‘ભેડિયા’ પણ રિલીઝ થઈ રહી છે.

https://www.instagram.com/p/CMY8ld_M6Pq/?utm_source=ig_embed&ig_rid=c3842a8c-4256-410f-92ab-c3bad2f04ea8

14 એપ્રિલ, 2022 ના રોજ, બોલીવુડના ઘણા મોટા સ્ટાર્સ બોક્સ ઓફિસ પર સામ-સામે આવવાના છે. તે જ સમયે, આ 4 ફિલ્મો સિવાય એપ્રિલ મહિનામાં દર્શકો માટે ઘણું બધું છે. આ જ મહિનામાં અમિતાભ બચ્ચન અને અજય દેવગનની ફિલ્મ ‘મેડે’, બોલિવૂડની ક્વીન કંગના રનૌતની ફિલ્મ ‘ધાકડ’, આર. માધવન સ્ટારર ‘રોકેટરી’ તેમજ ટાઈગર શ્રોફની ફિલ્મ ‘હીરોપંતી-2’ પણ રિલીઝ થશે.

એવું કહેવું ખોટું નહીં હોય કે આવતા વર્ષે એપ્રિલ મહિનામાં દર્શકોને મનોરંજનનો ફુલ ઓન ડોઝ મળવાનો છે. બસ, હવે જોવાનું એ રહેશે કે જ્યારે લોકોને એક જ દિવસે 4 મોટી ફિલ્મોનો વિકલ્પ મળશે તો તેઓ કયા સ્ટારની ફિલ્મ જોવા માંગશે. બાય ધ વે, બૈસાખીના દિવસે આમિર, વરુણ, યશ અને પ્રભાસમાંથી કોણ વિજેતા બનશે તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે.