દેશના ઉત્તરીય રાજ્યોમાં જ્યાં ગરમીએ કહેર મચાવી રહ્યો છે. પૂર્વોત્તર રાજ્યોમાં સતત વરસાદને કારણે સામાન્ય જનજીવન ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. સિક્કિમમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે નેશનલ હાઈવે પર ભૂસ્ખલનમાં 8 લોકો ફસાયા હોવાની માહિતી મળી રહી છે.
મળતી માહિતી મુજબ, ભારતીય સેનાએ ભૂસ્ખલનને કારણે દટાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધું છે. જેમાં સેનાએ દટાયેલા 8 લોકોને બચાવીને સારવાર માટે મિલિટરી હોસ્પિટલમાં મોકલ્યા હતા. જેમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
Army executes a rescue mission to evacuate 8 civilians buried under debris & landslide at 17 mile, Gangtok (Sikkim). Heavy rains since last two days in the area caused havoc & the camp set up by NH authorities at 17 Mile suffered heavy landslide, reads a statement
— ANI (@ANI) June 15, 2022
NH અધિકારીઓએ માહિતી આપી છે કે, આ ભૂસ્ખલનની ઘટના ગંગટોક-નાથુલા હાઈવે પર લગભગ 17 માઈલની આસપાસ એજી કન્સ્ટ્રક્શન કંપનીના મેસ રૂમમાં બની હતી, જેમાં કેટલાક મજૂરો ફસાયા હોવાની આશંકા છે. માહિતી મળતાની સાથે જ સેનાએ મોરચો સંભાળી લીધો અને બ્લેક કેટ ડિવિઝનની ટીમને બચાવ કાર્યમાં લાગી ગઈ.
સેનાની ટીમે ભૂસ્ખલન બાદ કાટમાળમાંથી કુલ આઠ લોકોને બચાવ્યા બાદ તેમને સારવાર માટે નજીકની સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, મૃત્યુ પામેલા વ્યક્તિની ઓળખ 35 વર્ષીય કાલુ તમંગ તરીકે થઈ છે, જે અરુણાચલ પ્રદેશનો રહેવાસી છે.
આ પણ વાંચો:કોરોના ચેપમાં તીવ્ર ઉછાળો, છેલ્લા 24 કલાકમાં 12,000 થી વધુ નવા કેસ નોંધાયા
આ પણ વાંચો:સાહિત્ય અકાદમીથી સન્માનિત પ્રખ્યાત ઉર્દૂ સાહિત્યકાર ગોપીચંદ નારંગનું અમેરિકામાં નિધન
