વરસાદનો કહેર / મહારાષ્ટ્રમાં વરસાદ ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં 136 લોકોના મોત, 52 હજુ પણ ગુમ

રાયગઢના તિલાયે ગામે ભૂસ્ખલનની ઘટનામાં 33 મૃતદેહો મળી આવ્યા છે અને 52 લાપતા છે. આ દુર્ઘટનામાં કુલ 32 મકાનો ધરાશાયી થયા છે…

મહારાષ્ટ્રમાં છેલ્લા બે દિવસમાં થયેલો વરસાદ લોકો પર કહેર વરસાવી રહ્યો છે મહારાષ્ટ્રમાં વરસાદ-ભૂસ્ખલનને લગતી ઘટનાઓમાં અત્યાર સુધીમાં 136 લોકોનાં મોત નીપજ્યાં છે. રાયગઢના તિલાયે ગામમાં ભૂસ્ખલન બાદ મહારાષ્ટ્રના મંત્રી એકનાથ શિંદે ગામની મુલાકાતે છે.

એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે રાયગઢના તિલાયે ગામે ભૂસ્ખલનની ઘટનામાં 33 મૃતદેહો મળી આવ્યા છે અને 52 લાપતા છે. આ દુર્ઘટનામાં કુલ 32 મકાનો ધરાશાયી થયા છે. શિંદેએ જણાવ્યું હતું કે મૃતકના પરિવારજનોને 5 લાખનું વળતર મળશે. અસરગ્રસ્ત વિસ્તારોમાં પુનર્વસનની કામગીરી પણ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, સવારે ફરીથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો :જ્ઞાનવાપી મસ્જિદે કાશી વિશ્વનાથ ધામને જમીન આપી, પીએમ મોદીના ડ્રીમ પ્રોજેકટ માટે આ જમીન જરૂરી હતી

બચાવ કાર્યમાં લાગેલા અધિકારીઓનું કહેવું છે કે આ ગામોમાંથી અત્યાર સુધી 15 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. પરંતુ કાટમાળની નીચે 30 થી વધુ લોકો ફસાયેલા હોવાની આશંકા છે. આને કારણે મૃત્યુઆંક વધવાની ભીતિ પણ છે.

આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી છે અને તમામ શક્ય સહાયની ખાતરી આપી છે. દરમિયાન, એનડીઆરએફની ટીમો પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં એરફોર્સને પણ બચાવ કાર્યમાં લગાવવામાં આવી છે. એરફોર્સએ પણ ઘણા લોકોને એરલિફ્ટ કરીને બહાર કાઢ્યા છે.

આ વર્ષે દેશના અનેક હિસ્સાઓમાં ચોમાસું મોડું આવ્યું છે, પરંતુ જ્યાં વરસાદ પડે છે ત્યાં ભારે પડે છે. દેશના વિભિન્ન ભાગમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં વરસાદ ના કારણે પૂરની સ્થિતિ ઊભી થઈ ગઈ છે. રાજ્યના રત્નાગિરી જિલ્લાના ચિપલુન શહેરમાં વરસાદના કારણે પૂરની સ્થિતિ ઊભી થઈ છે. શહેરનો મોટાભાગનો વિસ્તાર પાણીમાં ડૂબી ગયો છે.

આ પણ વાંચો : કેપ્ટનની ચા પાર્ટીમાં એવું શું બન્યું કે પ્રિયંકા ગાંધીએ સિદ્વુને ફોન કરવો પડ્યો,જાણો

શહેરમાં પાણી ભરાવાના કારણે લોકો ત્યાંથી સુરક્ષિત બહાર આવવા માંગે છે અને તેમણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પાસે મદદ માંગી છે. શહેરની જે તસવીરો અને વીડીયો સામે આવ્યા છે તેમાં જોઈ શકાય છે કે ચારે તરફ માત્ર પાણી જ પાણી છે.

બીજી બાજુ, મહારાષ્ટ્રના કોંકણ રેલવે માર્ગ પર ટ્રેન સેવાઓ પ્રભાવિત થઇ છે અને લગભગ હજારો મુસાફરો ફસાયા છે. ભારે વરસાદને લીધે મુંબઇ સહિત રાજ્યના અન્ય કેટલાક ભાગોમાં રેલ અને માર્ગ વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. કોલ્હાપુર જિલ્લામાં ભારે વરસાદને લીધે લગભગ 47 ગામનું સંપર્ક તૂટ્યું છે અને 965 પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો :ભારત માટે ઓલિમ્પિકમાં આજે મહત્વનો દિવસ ,મેડલ જીતવાની તક


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment