ઓલિમ્પિક / ભારત માટે ઓલિમ્પિકમાં આજે મહત્વનો દિવસ ,મેડલ જીતવાની તક

આ વર્ષના ઓલિમ્પિકમાં 223 દેશોના 11000 થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે, જ્યારે આ વખતે ભારત તરફથી સૌથી વધુ 127 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.

ટોક્યો ઓલિમ્પિક્સનો શુક્રવારે રંગીન ઉદઘાટન સમારોહ સાથે પ્રારંભ થયો છે. આ વર્ષના ઓલિમ્પિકમાં 223 દેશોના 11000 થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે, જ્યારે આ વખતે ભારત તરફથી સૌથી વધુ 127 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ઓલિમ્પિક્સનો બીજો દિવસ શનિવારે ભારત માટે ખૂબ મહત્વનો સાબિત થવાનો છે અને અહીં તેને મેડલ જીતવાની તક પણ મળશે.

ટોક્યો ઓલિમ્પિકમાં આજે ભારત માટે મહત્વનો દિવસ સાબિત થશે આજે દેશના ચાર શૂટર મેડલ હંટમાં છે. દેશને શૂટરમાંથી ગોલ્ડની ખુબ આશા છે ,આજે બે મહિલા શૂટરની વહેલી સવારે મેચ છે,આ  તમામ મેચો બપોર સુધી સમાપ્ત થઇ જશે,દેશને આશા છે કે ગોલ્ડ મેડલ શૂટરમાંથી વધુ આવી શકે છે. બપોર સુધી ભારતનું મેડલ બાબતે ખાતું ખુલી શકે છે.   ભારતને સૌથી વધારે આશા શૂટર સૈારભ ચૌધરી પાસેથી છે.

ટોક્યો આલિમ્પિકમાં ભારતને વેઇટલિફટીંગમાં પણ મેડલ મળવાની  ઉમમીદ છે , દેશ માટે આજે મહત્વનો દિવસ છે,મીરાબાઇ ચાનું મેદાનમાં ઉતરશે તે પણ તેમનું કૈાવત બતાવીને મેડલ જીતી શકે છે, ઇન્ડિયાના તમામ ખેલાડીઓ ઉત્સાહ સાથે મેડલ જીતવાનો નિર્ધાર કરશે,આ વખતે ઓલિમ્પિકમાં વધુ ચંદ્રક જીતવાની  કટીબ્ધતા ખેલાડીઓમાં જોવા મળે છે. આજે તીરંદાજીમાં દેશની મિક્સ ટીમ મેદાનમાં ઉતરશે.

ભારતના ચાર શૂટર આજે મેડલ હંટમાં
બે મહિલા શૂટરના વહેલી સવારે મેચ
બપોર સુધીમાં તમામ મેચ થઈ જશે
બપોર સુધીમાં ભારતનું ખાતુ ખૂલી શકે
શૂટર સૌરભ ચૌધરી પાસે સૌથી વધુ આશા
વેઇટલિફ્ટીંગમાં પણ મેડલની આશા
ભારતની મીરાબાઈ ચાનુ ઉતરશે મેદાને
તિરંદાજીમાં ભારતની મિક્સ્ડ ટીમ મેદાને


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment