Birthday/ લતા મંગેશકરે ગુજરાતી ભાષામાં ગાયા છે આ સુપરહીટ ગીતો અને ગરબા

લતા મંગેશકરે ગુજરાતી ભાષામાં ઘણા સુપરહીટ ગીતો ગાયા છે. જેમાં તેમના અવાજમાં સૌથી દીકરી તો પારકી થાપણ કહેવાય … વૈષ્ણવજન તો તેને રે કહીએ…

Trending Entertainment
લતા મંગેશકરે ગુજરાતી ભાષામાં

ભારત રત્ન લતા મંગેશકરે 36 ભાષામાં 50,000થી વધુ ગીત ગાયાં છે. તેમણે વિવિધ ભાષાઓમાં ગીતો ગાયા છે. લગભગ કોઈ એવી ભાષા નહીં હોય જેમાં લતા મંગેશકરે ગીત નહીં ગાયું હોય. લતા મંગેશકરે ગુજરાતી ભાષામાં પણ ઘણા ગીતો ગયા છે. આજે તેમના 92 માં જન્મદિવસ પર યાદ કરીએ અને વાગોળીએ તેમને ગાયેલા ગુજરાતી ગીતોને.

આ પણ વાંચો :PM મોદીએ લતા મંગેશકરને જન્મદિવસ પર પાઠવી શુભેચ્છા, જાણો શું કહ્યું….

લતા મંગેશકરે ગુજરાતી ભાષામાં ઘણા સુપરહીટ ગીતો ગાયા છે. જેમાં તેમના અવાજમાં સૌથી દીકરી તો પારકી થાપણ કહેવાય … વૈષ્ણવજન તો તેને રે કહીએ… અને માને તો મનાવી લેજો રે…. એ ખૂબ લોકચાહના મેળવેલા તેમના ગીત છે.

કોઈ તો કહોને કઈ દિશા…સત્યવાન-સાવિત્રી ફિલ્મના આ ગીતને લતા મંગેશકરે અવાજ આપ્યો હતો.

લતા મંગેશકરનું યમુનાષ્ટક યમુનાજીના ભક્તોને આજે પણ એટલું જ પસંદ આવે છે.

આ પણ વાંચો :કરિયરની શરૂઆતથી અત્યાર સુધીમાં આટલી બદલાઈ મૌની રોય, આજે કરોડોમાં કરે છે કમાણી

ઓધાજી મારા વાલાને…મારા મનડાના મીતનું આ ગીત આજે પણ લોકોના હોઠે રમે છે..આ જ લતાજીના કંઠનો કમાલ છે.

કોઈ ગોતી દ્યો મારો રામચુંદડી ચોખા ફિલ્મનું આ ગીત પણ લતાજીએ ગાયું છે. જે ખૂબ જ લોકપ્રિય હતું

દાદાને આંગણે…રાણો કુંવર ફિલ્મનું આ ગીત ખૂબ જ સરસ અને એમાં પણ લતાના સ્વરે ચારચાંદ લગાવ્યા હતા.

પાંદડું લીલું ને રંગ રાતો…આ ગીત 1960માં આવેલી ફિલ્મ મહેંદી રંગ લાગ્યોનું છે.જેમાં રાજેન્દ્ર કુમાર અને ઉષા કિરણે કામ કર્યું હતું.

આ પણ વાંચો : રણબીર કપૂર આ અભિનેતાની પત્નીને કરી ચુક્યો છે ડેટ, તેના વિશે જાણી-અજાણી વાત

નારી તું નારાયણી ફિલ્મનું વહેલી પરોઢનો વાયરો ગીતમાં પણ લતા મંગેશકરના સ્વરે ગાવામાં આવ્યું છે.

અખંડ સૌભાગ્યવતી ફિલ્મનું મારા તે ચિત નો ચોર  ગીત પણ લતા મંગેશકર દ્વારા ગાયું છે. જે એ સમયે ખૂબ જ હિટ સાબિત થયું હતું.

લતા મંગેશકરના અવાજમાં લાગમાં આવેલું મહેંદી તે વાવી માળવે…મહેંદી રંગ લાગ્યો ફિલ્મનું આ ગીત આજે પણ એટલું જ લોકપ્રિય છે.

આ પણ વાંચો : રેખાએ ઐશ્વર્યા રાયને લખ્યો પત્ર, જેમાં લખી એવી વાત કે તમે પણ કહેશો વાહ..

છાનુ છપનુમાં તેમણે એક રજકણ સૂરજ…ગાઈને દિલ જીતી લીધા હતા તો પારકી થાપણમાં બેના રે….ગીત ખુબ પોપ્યુલર થયુ હતુ. લાલવાડી ફુલવાડીમાં ધરી કંકુ કંકણ…અને જનમ જનમના સાથીમાં જોય જોય થાકી…સુપર ડુપર હીટ ગીત છે.  જયશ્રી યમુના મંથનમાં.. યમુનાષ્ટક ગાઈને લતાજીએ ગુજરાતી ગીત સંગીતને એક નવો આયામ આપી દીધો છે.

આ સિવાય લતા મંગેશકરે માને તો મનાવી લેજો રે, ઓધાજી રે મારા વાલાને વઢીને કેજોર …, દીકરી તો પારકી થાપણ કહેવાય …,વૈષ્ણવ જનતો …, હે કાનુડા તોરી ગોવાલણ…,હંસલા હાલો ને હવે મોતીડા નહિ રે જડે… જેવા લોકપ્રીય ગીતો, ભજનો, પ્રભાતિયાનો સમાવેશ થાય છે.

ગુજરાતી ભાષા સિવાય પણ લત્તા મંગેશકરે મલયાલમ, તેલુગુ, તમિલ, કન્નડા, ઓડિયા, આસમીસ, પંજાબી, બંગાળી, ભોજપુરી, નેપાળી, ઉર્દુ, અંગ્રેજી, કોંકણી, તુલુ, મરાઠી અને મણીપુરી ભાષામાં પણ ગીતો ગાયા છે.

લતાજીએ 13 વર્ષની નાની ઉંમરથી હિંદી ફિલ્મોમાં ગાયકીથી એમની કારકિર્દીનો આરંભ કર્યો હતો. 1942થી 2015 સુધીમાં એમણે 20 જેટલી ભારતીય ભાષાઓમાં 30,000 જેટલાં સોલો તેમજ યુગલગીતો ગાયાં છે. લતા મંગેશકરને સંગીતનું પ્રાથમિક શિક્ષણ એમનાં સંગીતકાર પિતા સ્વ. દિનાનાથ મંગેશકર પાસેથી મળ્યું છે.

આ પણ વાંચો :નીરજ ચોપરાએ પોતાના લગ્ન અંગે કહી મોટી વાત, કહ્યું – મેરેજ માટે જોઈશે..