સહાય/ મધ્યપ્રદેશ સરકારનું મોટું એલાન, રાજ્યમાં કોરોનાથી માતા પિતા ગુમાવનારા બાળકોને મળશે પેંશન

કોરોના મહામારીની બીજી લહેરના કારણે કોહરામ મચેલો છે. દૈનિક લાખની સંખ્યામાં વધુ લોકો સંક્રમિત થઈ રહ્યા છે. ઘણા એવા પરિવારો છે જેઓ આ મહામારીના કારણે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે.

Top Stories India

કોરોના મહામારીની બીજી લહેરના કારણે કોહરામ મચેલો છે. દૈનિક લાખની સંખ્યામાં વધુ લોકો સંક્રમિત થઈ રહ્યા છે. ઘણા એવા પરિવારો છે જેઓ આ મહામારીના કારણે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે. ઘણા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. અનેક બાળકોએ પોતાના માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. ત્યારે આવામાં મધ્યપ્રદેશ સરકારે આવા નિરાધાર બાળકો માટે હવે મોટો નિર્ણય લીધો છે.

મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે ગુરુવારે જાહેરાત કરી છે કે ‘જે બાળકો પોતાના માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને હવે પેન્શન આપવામાં આવશે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ મામલે જણાવ્યું કે જે બાળકોએ કોરોનાના કારણે તેમના માતા-પિતા/વાલી ગુમાવ્યા છે તેમને દર મહિને હવે 5 હજાર રૂપિયા પેન્શન આપવાનો નિર્ણય લીધો છે.આ ઉપરાંત તેમના માટે નિઃશુલ્ક શિક્ષણ અને આવા પરિવારો માટે મફત રાશનની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

આ પણ વાંચો : એશિયાઈ સિંહો પર કોરોના કેર, જયપુરના પ્રાણીસંગ્રહાલયનો બબ્બર સિંહ ત્રિપુરા સંક્રમિત

સીએમ શિવરાજસિંહ ચૈહાણે જણાવ્યું કે, અમે આ પરિવારોને સરકારની ગેરન્ટી પ્રમાણે લોન આપીશું. જેઓ કામ કરવા ઈચ્છે છે. પાત્રતાની ગેરહાજરી હોવા છતા આવા પરિવારોને મફતમાં રાશન આપવામાં આવશે. જો આ પરિવારોમાં કોઈ સભ્ય એવા છે કે જેમના પતિ નથી રહ્યા અને તેમની પત્ની વ્યવસાય કરવા માંગે છે તો તેમને સરકારની ગેરન્ટી પર વ્યાજ વિના લોન આપવામાં આવશે.

આ પણ વાંચો :રાહુલ ગાંધીએ PM મોદી પર સાધ્યું નિશાન, કહ્યું- વેક્સિન, ઓક્સિજન અને દવાઓની સાથે સાથે વડા પ્રધાન પણ….

આપને જણાવી દઈએ કે મધ્યપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 8,970 કેસ નોંધાયા છે અને 84 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. મધ્ય પ્રદેશમાં પણ કોરોના સંક્રમિતોની સંખ્યા 7 લાખને પાર પહોંચી ગઈ છે.

આ પણ વાંચો :રાજકોટના મેયર તથા ડેપ્યુટી મેયરે લીધો ઓર્ગન ડોનેશનનો સંકલ્પ