Not Set/ રાજકોટના મેયર તથા ડેપ્યુટી મેયરે લીધો ઓર્ગન ડોનેશનનો સંકલ્પ

રાજકોટના મેયર ડૉક્ટર પ્રદીપભાઈ ડવ તેમજ ડેપ્યુટી મેયર દર્શિતા બેન શાહ પહેલેથી જ પોતાની સામાજિક પ્રવૃત્તિઓ માટે સુવાસ ધરાવે છે.ત્યારે ફરી એક વખત તેમણે સમાજને પ્રેરણા મળે તેવો નિર્ણય લીધો છે.

Top Stories Gujarat Rajkot

રાજકોટના મેયર ડૉક્ટર પ્રદીપભાઈ ડવ તેમજ ડેપ્યુટી મેયર દર્શિતા બેન શાહ પહેલેથી જ પોતાની સામાજિક પ્રવૃત્તિઓ માટે સુવાસ ધરાવે છે.ત્યારે ફરી એક વખત તેમણે સમાજને પ્રેરણા મળે તેવો નિર્ણય લીધો છે. રાજકોટના મેયર તથા ડેપ્યુટી મેયર બન્નેએ સંયુક્ત રીતે ઓર્ગન ડોનેશનનો સંકલ્પ લીધો છે.રાજકોટના મેયર ડોક્ટર પ્રદીપ ડવ તેમજ ડોક્ટર દર્શિતા બેન શાહે ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ટ્રસ્ટી તેમજ ભાવનાબેન મંડળી પાસેથી અંગદાનની પ્રવૃત્તિ અંગે ખૂબ જ બારીકાઈથી જાણકારી પ્રાપ્ત કરી હતી તેમજ રંગદારની ઈચ્છા સાથે દાન કરવાનો સંકલ્પ કર્યો હતો.બન્નેએ જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નજીકના ભવિષ્યમાં અંગદાન પ્રવૃત્તિનો પ્રોગ્રામ ગોઠવશે.

 

રાજકોટમાં ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ડોક્ટર દિવ્યેશ વરોજા, ડોક્ટર સંકલ્પ વણઝારા, ડોક્ટર તેજસ કરમટા ઉપરાંત નીતિનભાઈ ઘાટલીયા, વિક્રમભાઈ છે તમામ સાથે મળી અને અજ્ઞાન પ્રવૃતિને વેગ આપી રહ્યા છે. ત્યારે તેઓ પણ આ પ્રવૃત્તિમાં જોડાય અને આ કામગીરીને વેગવંતી બનાવવા માટે સહાયરૂપ થશે તેમજ લોકોને પ્રેરણા બળ પૂરું પાડશે.રાજકોટ મહાનગરપાલિકા વતી આ બંનેએ સંસ્થાની કામગીરીને બિરદાવી અને શુભેચ્છાઓ પાઠવી હતી.

ઓર્ગન ડોનેશન એટલે શું ?

બ્રેઈનડેડ વ્યક્તિત્વ હૃદય, ફેફસાં, કીડની, લિવર, નાનું આતરડું જેવા અંગો સંપૂર્ણ નિષ્ફળ જવાના કારણે જે દર્દીઓ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા હોય છે. વિજ્ઞાનની ભાષામાં આ વ્યક્તિને મૃત વ્યક્તિના અંગો અંગોનું પ્રત્યારોપણ તરીકે ઓળખવામાં આવે છે. એ માટે જરૂરી છે બ્રેઈનડેડ વ્યક્તિના અંગોનું દાન સેંકડો વ્યક્તિના અંગો અંતિમ ક્રિયા થતાં નાશ પામે છે જે ખરેખર અન્ય લોકોને જિંદગી આપી શકે તેમ હોય છે. આમ શક્ય તેટલા વધુ લોકો ને નવી જિંદગી મળી શકે તેમજ તેઓનું જીવન ખીલી ઊઠે. દેશમાં ધાર્મિક સંસ્થાઓ, રસ્તો તેમજ સેવાભાવી સંસ્થાઓ આ લાભ લોકજાગૃતિ ની પ્રવૃત્તિ હાથ ધરે તો જેમ રક્તદાનમાં ગુજરાતી આખા દેશમાં ડંકો વગાડ્યો છે તેમ હજારો મૃતપાય દર્દીઓને નવજીવન આપી શકાય તેમ છે.