Recipe/ ઘરે બનાવો બટાકાના મોમોસ,ખાવાની મજા પડી જશે

કોબીજ અને પનીરના સ્ટફિંગવાળા મોમોસ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય બટાકાના મોમોસ ટ્રાય કર્યા છે? તો પછી આ તહેવારો પર તમે બટાકાના મોમોસ બનાવીને ખાઈ શકો છો.

Food Lifestyle

આપણે મોમોઝ ઘણી વખત ખાધા હશે. કોબીજ અને પનીરના સ્ટફિંગવાળા મોમોસ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય બટાકાના મોમોસ ટ્રાય કર્યા છે? તો પછી આ તહેવારો પર તમે બટાકાના મોમોસ બનાવીને ખાઈ શકો છો. ચાલો જાણીએ બટાકાના મોમોસ બનાવવાની રીત

સામગ્રી

  • મેંદો
  • મીઠું
  • ખાવાનો સોડા
  • બટાકા
  • કાળા મરી
  • લસણ

રીત

મેંદો, મીઠું, બેકિંગ પાવડર અને પાણીથી કડક લોટ બાંધો. સ્ટફિંગ માટે બટાકા પાકી જાય ત્યાં સુધી ઉકાળો. હવે એક બાઉલ લો, તેમાં બાફેલા બટાકા, બારીક સમારેલું લસણ, કાળા મરી અને મીઠું ઉમેરો. તમે તમારી ઇચ્છા મુજબ બટર પણ ઉમેરી શકો છો. આ સામગ્રીને સારી રીતે મિક્સ કરો. સ્ટફિંગ તૈયાર છે. તૈયાર કરેલા કણકમાંથી નાની પાતળી પૂરીઓ વણી લો અને એમાં બટાકાનું સ્ટફિંગ ભરીને ધારને ભીની કરીને મોમોસને સીલ કરો. કાચા મોમોસને 10 મિનિટ સુધી અથવા સંપૂર્ણપણે રંધાઈ જાય ત્યાં સુધી સ્ટીમ કરો.

કૂકિંગ ટિપ્સ

મેંદાને બદલે ઘઉંનો લોટ અને કોર્નફ્લોર મિક્સ કરીને બનાવી શકો છો.
સાથે જ બટરને બદલે દેશી ઘીનો પણ ઉપયોગ કરી શકાય.
બટાકાના મોમોસ બનાવતી વખતે તમે તમારી પસંદગીનું સ્ટફિંગ પણ તૈયાર કરી શકો છો.
મોમો માટે પૂરી પાતળી વણવી.