ગોંડલ/ પોર્ન સાઇટ જોવા ના મોહમાં ઘણા યુવાનો છેતરપિંડીનો ભોગ બન્યા

વિશ્વાસ ભોજાણી-મંતવ્ય ન્યુઝ ઓનલાઈન સોશિયલ મીડિયા પર સામસામે કપડાં ઉતારવાની ઓફર આપી નગ્ન ફોટા અને વિડિયો કેપ્ચર કરી લેવાના કિસ્સાઓ વધતા જોવા મળ્યા . 21મી સદીમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો વ્યાપ વધ્યો છે ત્યારે ઓનલાઈન છેતરપીંડીના કેસ પણ વધી રહ્યા છે તાજેતરમાં પોર્ન સાઇટ જોવાના કેટલાક શોખીન ગોંડલના યુવાનો છેતરપિંડીનો ભોગ બન્યા છે અને સાથે […]

Gujarat Others

વિશ્વાસ ભોજાણી-મંતવ્ય ન્યુઝ

ઓનલાઈન સોશિયલ મીડિયા પર સામસામે કપડાં ઉતારવાની ઓફર આપી નગ્ન ફોટા અને વિડિયો કેપ્ચર કરી લેવાના કિસ્સાઓ વધતા જોવા મળ્યા .

21મી સદીમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો વ્યાપ વધ્યો છે ત્યારે ઓનલાઈન છેતરપીંડીના કેસ પણ વધી રહ્યા છે તાજેતરમાં પોર્ન સાઇટ જોવાના કેટલાક શોખીન ગોંડલના યુવાનો છેતરપિંડીનો ભોગ બન્યા છે અને સાથે ધમકી પણ અપાય છે કે જો માગ્યા મોઢે રૂપિયા નહીં આપો તો તમારા નગ્ન ફોટો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દેવામાં આવશે.

ગોંડલના કોટડાસાંગાણી એસઆરપી રોડ, કૈલાશબાગ સોસાયટી, ભગવતપરા, ભોજરાજપરા સહિત શહેરના અન્ય વિસ્તારમાં રહેતા પોર્ન સાઇટ જોવા ના શોખીન યુવાનો વયસ્કો છેતરાવા સાથે લાખો રૂપિયાના તોડ નો ભોગ બન્યા છે પોર્ન સાઇટ ઉપર લાઈવ સુંદરી આવતી હોય છે અને જોનારને ઓફર કરે છે કે “એક કપડું હું કાઢું અને એક કપડું તું કાઢ” આવેશ માં આવેલા ઘણા લોકો હવે ભૂલ કરી જતા હોય છે સામે થી યુવાનનું વિડીયો શુટીંગ અને ફોટોગ્રાફી કરી લેવામાં આવે છે ગણતરીની મિનિટો પછી તુરંત જ ધમકીભર્યા એસએમએસ આવે છે અને પૈસાની માંગ કરાઇ છે જો માંગ સંતોષવામાં ન આવે તો તમારા નગ્ન વીડીયો અને ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દેવાનું જણાવાયું છે.

ઉપરોક્ત બનાવો અંગે સીટી પોલીસ ઇન્સ્પેક્ટર એસએમ જાડેજાએ જણાવ્યું હતું કે પોર્ન સાઇટ છેતરપિંડીના કિસ્સાઓ વધ્યા છે બે-ચાર કિસ્સાઓમાં સાઇબર ક્રાઇમમાં ફરિયાદો પણ થઈ છે આ તકે નૌજવાનો અને વયસ્કોને ખાસ સુચના આપવામાં આવે છે કે આવી પોર્ન સાઇટ જોવાનું ટાળો અન્યથા તમે છેતરપિંડીનો ભોગ બનશો.