ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કારમી હારમાંથી પાઠ શીખવાની વાત કરનાર માયાવતીએ હવે આ માટે મીડિયાને જવાબદાર ઠેરવ્યું છે. એટલું જ નહીં હારથી નારાજ માયાવતીએ જાહેરાત કરી છે કે તેમની પાર્ટી ટીવી ચેનલોની ચર્ચાઓનો બહિષ્કાર કરશે. તેમણે કહ્યું કે, બસપાનો કોઈપણ પ્રવક્તા હવે ટીવી ચેનલોના કોઈપણ કાર્યક્રમમાં ભાગ લેશે નહીં. બસપા સુપ્રીમોએ ટ્વીટ કરીને પોતાના નિર્ણયની જાણકારી આપી છે. એટલું જ નહીં, માયાવતીનું કહેવું છે કે, મીડિયાએ તેમના આકાઓની સૂચના પર જાતિવાદી વલણ બતાવ્યું છે અને બસપાના આંદોલનને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું છે.
1. यूपी विधानसभा आमचुनाव के दौरान मीडिया द्वारा अपने आक़ाओं के दिशा-निर्देशन में जो जातिवादी द्वेषपूर्ण व घृणित रवैया अपनाकर अम्बेडकरवादी बीएसपी मूवमेन्ट को नुकसान पहुंचाने का काम किया गया है वह किसी से भी छिपा नहीं है। इस हालत में पार्टी प्रवक्ताओं को भी नई जिम्मेदारी दी जाएगी।
— Mayawati (@Mayawati) March 12, 2022
માયાવતીએ ટ્વીટ કર્યું, ‘યુપી વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમના બોસની દિશામાં જાતિવાદી નફરત અને દ્વેષપૂર્ણ વલણ અપનાવીને આંબેડકરવાદી BSP આંદોલનને નુકસાન પહોંચાડવાનું કામ મીડિયા દ્વારા કરવામાં આવ્યું છે તે કોઈનાથી છુપાયેલું નથી. આ સ્થિતિમાં પાર્ટી પ્રવક્તાઓને પણ નવી જવાબદારી સોંપવામાં આવશે. આ પછી, અન્ય એક ટ્વિટમાં માયાવતીએ લખ્યું, ‘તેથી પાર્ટીના તમામ પ્રવક્તા શ્રી સુધીન્દ્ર ભદૌરિયા, શ્રી ધરમવીર ચૌધરી, ડૉ. એમએચ ખાન, શ્રી ફૈઝાન ખાન અને શ્રીમતી સીમા કુશવાહા હવે ટીવી ડિબેટ વગેરે જેવા કાર્યક્રમોમાં ભાગ લેશે નહીં. .’
