Heavy Rain/ અમદાવાદ સહીત ઉત્તર ગુજરાતને ઘમરોળતા મેઘરાજા, ઠેરઠેર ભરાયા પાણી

અમદાવાદ સહીત ઉત્તર ગુજરાતના અનેક જીલ્લામાં ભારે વરસાદ, અનેક જગ્યાએ ભરાયા પાણી, અનેક અન્ડરપાસ બંધ

Top Stories Gujarat Others

લાંબા વિરામ બાદ ગામ રાત્રીએ મેઘરાજાએ ફરી એકવાર અમદાવાદ અને આસપાસના વિસ્તારો સહીત ઉત્તર ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. અને શહેરોમાં જાણે પુર આવ્યા નો માહોલ ઉભો કર્યો છે. મોડી રાતથી ચાલુ રહેલા વરસાદ વહેલી સવાર સુધી અવિરત જોવા મળ્યો છે. અને હાલમાં પણ અનેક જગ્યા એ હળવ વરસાદી ઝાપટા ચાલુ જ છે. અનેક જગ્યાએ ભારે નુકશાનીના અહેવાલ પણ સામે આવી રહ્યા છે.

અમદાવાદ શહેરમાં આવેલા અનરાધાર વરસાદથી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. પૂર્વના અનેક વિસ્તારોમાં પાણી જ  પાણી જોવા મળી રહ્યું છે. તો પશ્ચિમમાં એસજી હાઇવે, સરખેજ જેવા અનેક વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. હાટકેશ્વરથી CTM માર્ગ, અમરાઈવાડી, ખોખરાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય છે. તો ઓઢવ ચાર રસ્તા, વિરાટનગર રખિયાલ, બાપુનગર, મણિનગર વિસ્તારમાં પાણી ભરાયા છે.

હાટકેશ્વર,ખોખરા,ગોમતીપુરમાં હજી પાણી ભરાયેલી સ્થિતિમાં છે તો કાંકરિયા ગેટ નંબર 3 ની દીવાલ તૂટી છે . ગોમતીપુર પોલિસ સ્ટેશનથી ગોમતીપુર ફાયરસ્ટેશન વિસ્તાર પણ  પાણીમાં ગરકાવ થયો છે. પ્રહલાદનગર સર્વિસ રોડ ઉપર પાણી ભરાવવાની સ્થિતિ યથાવત જોવા મળી છે.

મહેસાણા :

મહેસાણામા પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. કડીમાં 3 ઈંચ કરતા વધારે વરસાદ ખાબક્યો હતો. જેને લઇ તક્ષક કોમ્પ્લેક્ષના ભોંયરાની દુકાનો પાણીમા ગરકાવ થઈ  હતી. કોમ્પ્લેક્ષ નીચેની દિવાલ તુટતા પાણી દુકાનમાં ઘુસ્યા હતા. કોન્ટ્રાક્ટરની નબળી કામગીરી સામે આવી છે. લાખ્ખો રૂપિયાનુ દુકાન માલિકોને નુકશાન થયું છે. નીચાણ વાળા અનેક વિસ્તારોમા પાણી ભરાયાછે.

મહેસાણા જિલ્લામાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. મહેસાણા બે કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતા કડી, જોટાણા સહીત ના અનેક તાલુકામાં પાણી ભરાયા હતા. નીચાણવાળા વાળા વિસ્તારોમાં જળબંબાકાર ની સ્થિતિ જોવા મળી હતી.  મોઢેરા ચોકડી બસ પોર્ટમાં પાણી ઘુસ્યા હતા. નાગલપુર વિસ્તાર અને મહેસાણા-અમદાવાદ હાઇવે પાણીમાં ગરકાવ થયો હતો. જેને લઇ વાહન વ્યવહાર ખોરવાયો હતો. પાણી માંથી નીકળવા વાહનો ની લાંબી લાઈનો લાગી હતી. ગોપીનાળા અને ભમ્મરિયા નાળા પણ પાણી માં ગરકાવ થયા હતા. શહેરમાં જળબંબાકારથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું.

મહેસાણા 147 કરોડના અન્ડરપાસમાં પાણી ભરાયા હતા. 3 દિવસ પહેલા જ CMએ  લોકાર્પણ કર્યું હતું. અંડર પાસના પાણીમાં ટ્રક ફસાઇ ગઇ હતી. ગેસના બાટલા ભરેલી ટ્રક ફસાઈ હતી. સરદાર વલ્લભભાઈ પટેલ અંડર પાસમાં પાણી ભરાયા હતા. અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો.

બનાસકાંઠા

બનાસકાંઠામાપન મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. સુઇગામમાં મેઘરાજાએ  જમાવટ કરી હતી. સુઇગામના અનેક ગામડામાં ધમાકેદાર જોવા મળ્યો હતો. લગભગ 4 ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો. વરસાદની શરૂઆત થતા વીજળી ગુલ થઇ હતી. તો સાથે ભીલડી પંથકમાં પણ ધોધમાર વરસાદ નોધાયો હતો. ઠેર ઠેર પાણી ભરાયા હતા. વરસાદી પાણી ખેતરોમાં ફરી વળ્યા હતા.

સાબરકાંઠા 

સાબરકાંઠામાં પણ વરસાદે જમાવટ કરી હતી. ઇડરમાં પોણા ત્રણ ઇંચ વરસાદ નોધાયો હતો. પ્રાંતિજ પોણા બે ઇંચ, હિંમતનગરમાં દોઢ ઇંચવરસાદ નોધાયો છે.

જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સર્વત્ર નોંધાયેલ વરસાદ
ઇડર 70 મીમી
ખેડબ્રહ્મા 05 મીમી
તલોદ 17 મીમી
પ્રાંતિજ 42 મીમી
પોશિના 07 મીમી
વડાલી 16 મીમી
વિજયનગર 23 મીમી
હિંમતનગર 36 મીમી