જેડીયુનાં ધારાસભ્ય ગોપાલ મંડલની અન્ડરવેર અને ગંજી પહેરેલી ટ્રેનની અંદર ચાલતી તસવીર વાયરલ થયા બાદ વિવાદ વધી ગયો છે. હવે ધારાસભ્યએ આ સમગ્ર મામલે પોતાનો ખુલાસો આપ્યો છે. તે કહે છે કે હું ટ્રેનમાં ચડ્યો કે તુરંત જ મારું પેટ થોડું ખરાબ થઈ ગયું હતુ, તેથી હું અન્ડરવેર અને ગંજીમાં ચાલતો હતો. હું જે બોલુ છુ તે સત્ય બોલું છું. હું જૂઠું બોલતો નથી. ટ્રેનની વાત સ્વીકારીને મને ફાંસી નહીં અપાય.
આ પણ વાંચો –શર્મનાક ઘટના / લો બોલો!! ટ્રેનમાં Underwear માં જોવા મળ્યા JDU ધારાસભ્ય
આપને જણાવી દઈએ કે, પટનાથી દિલ્હી જઈ રહેલી તેજસ રાજધાની એક્સપ્રેસમાં જેડીયુનાં ધારાસભ્ય દ્વારા અન્ડરવેર પહેરીને ટ્રેનમાં ચાલવાનો કિસ્સો સામે આવ્યા બાદ ભારે હંગામો થઇ રહ્યો છે. જેડીયુનાં ધારાસભ્ય ગોપાલ મંડલ આ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા અને તેઓ તેજસ રાજધાની એક્સપ્રેસમાં ગંજી અને અન્ડરવેરમાં ફરતા જોવા મળ્યા હતા. જ્યારે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા અન્ય એક મુસાફરે ગોપાલ મંડળનાં આ કૃત્ય સામે વાંધો ઉઠાવ્યો ત્યારે તેઓ દુર્વ્યવહાર પર ઉતરી આવ્યા. પટનાથી નવી દિલ્હી જતી 02309 તેજસ રાજધાની એક્સપ્રેસમાં નીતીશનાં ધારાસભ્ય ગોપાલ મંડળ કપડા ઉતારીને ફરી રહ્યા હતા. તે માત્ર ગંજી અને અન્ડરવેરમાં જ જોવા મળ્યા હતા. ગોપાલ મંડળનાં આ કૃત્ય બાદ કોચની અંદર મુસાફરી કરી રહેલા અન્ય એક મુસાફરે ઉગ્ર વાંધો ઉઠાવ્યો હતો. જે બાદ ધારાસભ્ય ગોપાલ મંડળે વાંધા ઉઠાવનાર પેસેન્જર સાથે દુર્વ્યવહાર શરૂ કર્યો હતો. જેના કારણે દિલ્હી જતી ટ્રેનમાં ભારે હંગામો થયો હતો.
#WATCH I was only wearing the undergarments as my stomach was upset during the journey: Gopal Mandal, JDU MLA, who was seen in undergarments while travelling from Patna to New Delhi on Tejas Rajdhani Express train yesterday pic.twitter.com/VBOKMtkNTq
— ANI (@ANI) September 3, 2021
આ પણ વાંચો – દેશમાં બેરોજગારી / ભારતમાં કુલ 15 લાખ લોકોએ રોજગારી ગુમાવી,બેરોજગારીનો દર વધી રહ્યો છે
હંગામા બાદ ટ્રેનને સ્કોર્ટ કરી રહેલી RPF ની ટીમ તે કોચ પર પહોંચી હતી. આ સમયે ધારાસભ્ય અને પેસેન્જરને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત માહિતી મુજબ આ ઘટના ત્યારે બની જ્યારે ટ્રેન દિલદારનગર સ્ટેશન પરથી પસાર થઈ હતી. આ ઘટનાની RPF દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. ગોપાલ મંડલ તેજસ રાજધાની એક્સપ્રેસનાં A-1 કોચની સીટ નંબર 13, 14 અને 15 પર મુસાફરી કરી રહ્યા હતા. જ્યારે જહાનાબાદનાં રહેવાસી પ્રહલાદ પાસવાન પોતાના પરિવાર સાથે આ કોચમાં મુસાફરી કરી રહ્યા હતા. બંનેને પટના જંકશનથી નવી દિલ્હી જવાનું હતું. ધારાસભ્ય ગોપાલ મંડલ કપડા નિકાળ્યા બાદ કોચમાં ટોઇલેટમાં ગંજી અને અન્ડરવેર પહેરીને ગયા હતા. જ્યારે તે પાછા ફર્યા ત્યારે પ્રહલાદે વાંધો ઉઠાવ્યો અને મહિલા મુસાફરોનો ઉલ્લેખ કર્યો. આ વાતને સમજવાને બદલે જેડીયુનાં ધારાસભ્ય ગોપાલ મંડળે રિવર્સમાં હંગામો મચાવવાનું શરૂ કર્યું હતુ, જેના કારણે આ મામલાને વેગ મળ્યો હતો.
