દેશમાં કોરોના વાયરસના કેસ અટકવાનું નામ નથી લઈ રહ્યું. દરરોજ 15 હજારથી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે, જે ચિંતાનું કારણ છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16 હજાર 103 નવા કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન 31 લોકોના મોત થયા છે.
#COVID19 | India reports 16,103 fresh cases, 13,929 recoveries and 31 deaths, in the last 24 hours.
Active cases 1,11,711
Daily positivity rate 4.27% pic.twitter.com/bSAssBCfIX— ANI (@ANI) July 3, 2022
શનિવારે નોંધાયેલા ડેટા બાદ હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 1 લાખ 11 હજાર 711 થઈ ગઈ છે. તે જ સમયે, દેશમાં દૈનિક હકારાત્મકતા દર 4.27 પર પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા દિવસે દેશમાં આ મહામારીથી 13 હજાર 929 દર્દીઓ સાજા થયા છે.
