11 સપ્ટેમ્બર,2011ના રોજ ઓસામા બિન લાંદેન દ્વારા વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાના ચાર મહિના બાદ અમેરિકાએ એક હાઈટેક જેલનું નિર્માણ કર્યું હતું. જ્યાં દુનિયાના ખૂનખાર ભયાનક આતંકવાદીઓને રાખવામાં આવી રહ્યા છે. આ જેલ ક્યુબામાં આવેલી છે અને જેલનું નામ છે ગ્વાંતનામો બે જેલ. તાલિબાનના કેબિનેટ મંત્રીઓ ખેરુલાલ્લાહ ખૈરખખ્ખા અને મુલ્લા નુંરાલ્લાહ નૂરી જેલમાં સજા ભોગવી ચુક્યા છે.

કાબૂલ પર કબજા બાદ ગુલામ રુહાની નામના તાલિબાની કમાન્ડરે રાષ્ટ્રપતિના મહેલમાંથી પોતાની જીતનું પહેલું ભાષણ આપ્યું હતું. ગુલામ રુહાની પાંચ વર્ષથી ગ્વાંતનામો જેલમાં બંધ હતા. માત્ર રુહાની ન નહિ પરંતુ તેમની સાથે 780 લોકો જેલમાં હતા. આંતક સામેની લડાઈ માટે બનાવવામાં આવેલી જેલમાં અત્યારે 39 કેદીઓ બચ્યા છે.

ક્યૂબાના પૂર્વ વિસ્તારમાં આવેલો ગ્વાંતનામો બે જેલ નામનો વિસ્તાર 116 ચોરસ કિમી લાંબો છે અને 19મી શતાબ્દીથી અમેરિકી નિયંત્રણ હેઠળ છે. આ જગ્યાને લઈને અમેરિકા ક્યૂબા વચ્ચે પણ વિવાદ રહેલો છે. આ જગ્યાએ સાત ડીટેન્શન કેમ્પ આવેલા છે. અમેરિકી આર્મીના જણાવ્યા મુજબ, દરેક કેદી પાંચમાં અને છઠ્ઠા કેમ્પમાં હાજર છે.

આ જેલનું નિર્માણ તત્કાલિન અમેરિકી રાષ્ટ્રપ્રમુખ જ્યોર્જ ડબલ્યુ બુશના સમયગાળા દરમિયાન બનાવવામાં આવી હતી. આ જેલમાં મુખ્યત્વે અલ-કાયદાના આતંકીઓને રાખવા માટે બનાવવામાં આવી હતી. જેલમાં 780 કેદીમાંથી 732 ને મુક્ત કરી દેવામાં આવ્યા છે. 16 કેદી એવા છે કે, જેની પર અપરાધિક ગુના દાખલ થયેલા છે.

ન્યૂયોર્ક ટાઈમ્સ ગ્વાંતનામો ડોકેટ ટ્રેકરના જણાવ્યા મુજબ અફઘાનિસ્તાનમાં 219, સાઉદી અરબમાં 134, યમનમાં 115, પાકિસ્તાનના 72 અને અલ્જેરિયાના 23 લોકો કેદ છે. સૌથી યુવા કેદી 15 વર્ષનો ઓમાદ ખાદર હતો જે કેનેડાનું નિવાસી હતો. તેને જેલમાં 13 મહિના ભોગવવા પડ્યા હતા.

વર્ષ 2017માં ઓમારના બહાર આવ્યા બાદ કેનેડાની સરકારે તેની માફી પણ માંગી હતી. આ ઉપરાંત જેલમાં 73 વર્ષીય સૈફુલ્લાહ પરાચા છે. જે છેલ્લા 17 વર્ષથી જેલમાં બંધ છે. જેને આગામી મહિનાઓમાં મુક્ત કરવામાં આવે તેવી શક્યતા વર્તાઈ રહી છે.

