શનિવારે રાત્રે ગુજરાત ના આકાશમાં એક જોરદાર મોટો અગનગોળો 7.45 વાગ્યાની આસપાસ જોવા મળ્યો હતો. જે બાદ આવી ચર્ચાએ જોર પકડયું હતું કે આ ઉલ્કાપીંડ છે. જો કે, હવે આવું સામે આવી રહ્યું છે કે આ કોઈ ઉલ્કાપીંડ ઉલ્કાપીંડ નહીં પણ અવકાશી કાટમાળ હતો અને તે લગભગ ચાઈનીઝ રોકેટના બોડીનો કાટમાળ હતો જે મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના તળ સિંદેવાહી ખાતે જઈને પડ્યો હતો.
એવી શક્યતા છે કે તે ચીની રોકેટની બોડીનો કાટમાળ હોઈ શકે છે. ISRO અધિકારીઓએ જણાવ્યું હતું કે USSPACECOM એલર્ટ મુજબ શનિવારે વાયુમંડળમાં ચાર પદાર્થો પૃથ્વીના વાતાવરણમાં ફરી પ્રવેશવાની અપેક્ષા છે. આમાં, બે નાની વસ્તુઓ CZ-3B R/B, સ્ટારલિંક 1831 અને કોસ્મોસ-ઈરીડિયમ ઉપગ્રહોના કાટમાળ સાથે અથડાઈ હતી.
આકાશમાં જોવા મળેલા આ તેજસ્વી લિસોટા અંગે હવે એક અમેરિકી એસ્ટ્રોનોમરનું નિવેદન સામે આવ્યું છે. જોનાથન મેક ડોવેલ જે સેન્ટર ફોર એસ્ટ્રોફીઝીક્સ ખાતે એસ્ટ્રોનોમર છે તેમણે આ ઘટનાના વીડિયોના ટ્વીટમાં જવાબ આપતાં કહ્યું છે કે, આકાશમાં જોવા મળેલ આ પ્રકાશિત પદાર્થ ચીનનું રોકેટ હોઈ શકે છે. આ રોકેટ પૃથ્વીના વાતાવરણમાં પરત આવવાનું હતું. પ્રકાશિત લિસોટાની જોવા મળેલી આ ઘટના અને ચીનના રોકેટના પરત આવવાના સમયમાં અને તેના માર્ગમાં ઘણી સામ્યતા છે. જોનાથન મેક ડોવેલે વધુમાં કહ્યું કે, ચીનનું રોકેટ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં છોડવામાં આવ્યું હતું. પૃથ્વી તરફ પરત ફરતી વખતે વાતાવરણના સંપર્કમાં આવવાથી તેનો કેટલોક ભાગ સળગી ઉઠ્યો હતો. તેમણે કહ્યું કે, મારા મતે, આ લિસોટા તેના સળગી ઉઠવાથી પેદા થયા હતા.
I believe this is the reentry of a Chinese rocket stage, the third stage of the Chang Zheng 3B serial number Y77 which was launched in Feb 2021 – it was expected to reenter in the next hour or so and the track is a good match pic.twitter.com/BetxCknAiK
— Jonathan McDowell (@planet4589) April 2, 2022
આ સાથે એક ટ્વીટર યુઝર્સે ટ્વીટ પણ કર્યું છે કે, આ રોકેટનો વધેલો કાટમાળ ધરતી સુધી પહોંચ્યો અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પડ્યો હતો. તેમણે આ કાટમાળના ફોટો પણ શેર કર્યા હતા. આ ફોટોના જવાબમાં એક યુઝરે કાટમાળમાં રહેલી રીંગને ચાઈનીઝ રોકેટની સાઈઝ મુજબ હોવાનું જણાવ્યું હતું. આ રીંગનું માપ અંદાજે 3 મીટર હોવાનું પણ જણાવાયું છે.
અખબાર ટાઈમ્સ ઑફ ઈન્ડિયા સાથે વાત કરતા, ઈસરોના અધિકારીઓએ જણાવ્યું કે સ્ટારલિંક 1831 એ દક્ષિણ એટલાન્ટિક મહાસાગરમાં ઈમ્પેક્ટ સ્પોટ સાથે IST 1.41 કલાકે ફરી પ્રવેશવાની આગાહી કરવામાં આવી હતી, જ્યારે કોસ્મોસ 1408 અને ઈરીડિયમ 33 – બંને ખૂબ જ નાના ટુકડાઓ – છેલ્લા ગ્રાઉન્ડ ટ્રેક. ભારતમાં જાણીતું નથી.
ઈસરોના ઉચ્ચ અધિકારીએ આકાશમાં જોવા મળેલ પ્રકાશ અંગે વાત કરતા કહ્યું કે સામાન્ય રીતે લેટિટ્યુ઼ અને લોંગિટ્યુડના એનાલિસિસમાં સામાન્ય તફાવત પણ સેંકડો કિલોમિટરનું અંતર બદલી નાખે છે તેથી તેવું બની શકે કે મ્યાનમાર નહીં પણ ભારત પર જ આ રોકેટ અવકાશમાં પ્રવેશ્યું હોય. જેના કારણે અવકાશમાં દેખાયેલ અગનગોળો આ ચાઈનીઝ રોકેટનો જ હોઈ શકે તે શક્યતા પૂરેપૂરી છે. અન્ય એક અધિકારીએ કહ્યું કે જ્યારે રોકેટનું બોડી પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે છે ત્યારે તેની નોઝલ, રિંગ, ટેંક જેવા પાર્ટ આગ લાગ્યા પછી પૃથ્વી પર છૂટા પડીને પડે છે.
અહીં મહત્વનું છે કે ભારતે પોતાની અલાયદી સ્પેસ ઓબજેક્ટ્સ ઓબ્ઝર્વેશન ફેસેલિટી માટે નેત્રા પ્રોજેક્ટ હેઠળ ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચર ઊભું કરવાનું કામ શરું કરી દીધું છે. જોકે તેના માટે હજુ પણ ઘણી લાંબી મંજીલ કાપવાની છે જે પૃથ્વીના અવકાશમાં રહેલા 25000 જેટલા મોટા ઓબ્જેક્ટના યુએસસ્પેસકોમના કેટલોગને અનુસરી શકે. આ સાથે અધિકારીએ કહ્યું કે છેલ્લા કેટલાક સમયમાં અવકાશમાંથી જુદા જુદા સ્પેસ ઓબ્જેક્ટ્સની રિએન્ટ્રીની ઘટના વધી ગઈ છે. કારણ કે સ્પેસમાં પણ આવા ઓબ્જેક્ટ્સની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે. તેમાં પણ ખાસ કરીને પૃથ્વીના નીચલા ઓર્બિટમાં હાલ આવા ખૂબ જ વધુ ઓબ્જેક્ટ છે. હાલના તબક્કે આવી તમામ રિ એન્ટ્રીનું ટ્રેકિંગ કરવું અને ઓબ્ઝર્વેશન ડેટા આપવાનું કામ એકમાત્ર યુએસસ્પેસકોમ કરી રહ્યું છે.
વૈજ્ઞાનીકોએ કહ્યું કે હજુ પણ આવી ઘણી વસ્તુઓ પૃથ્વી તરફ આવતી રહેશે. અમને દરરોજ આવા 3-4 એલર્ટ મળે છે. જોકે તેમાંથી બધાના અંતિમ ટ્રેક ભારત પર હોતા નથી. જોકે હાલ આપણા માટે એ જરુરી છે કે આવા ઓબ્જેક્ટ્સને ટ્રેક કરવા માટે આપણી પોતાની ફેસિલિટી હોય. વર્ષ 2021માં આવા 550 જેટલા ઓર્બિટલ ઓબ્જેક્ટ્સ પૃથ્વીના વાતાવરણમાં પરત ફર્યા છે.
આ પણ વાંચો :રાહુલ ગાંધી આવતીકાલે તેલંગાણાના પાર્ટીના દિગ્ગજ નેતાઓને મળશે,જાણો વિગત
આ પણ વાંચો :રાહુલ ગાંધી આવતીકાલે તેલંગાણાના પાર્ટીના દિગ્ગજ નેતાઓને મળશે,જાણો વિગત
આ પણ વાંચો :પેટ્રોલ-ડિઝલ બાદ ફરી એકવાર CNGના ભાવમાં વધારો,જાણો કેટલા ભાવ વધ્યા..
આ પણ વાંચો :દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો,આજે કોરાનાના નવા 913 કેસ,13 લોકોના મોત
