દરોડા/ અભિનેતા અરમાન કોહલીના ઘરે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના દરોડા

ભૂતકાળમાં અરમાન પર તેની ગર્લફ્રેન્ડ નીરુ રંધાવા પર શારીરિક હુમલો કર્યો હતો અને  કેસ નોંધવામાં આવ્યો હતો અને ધરપકડ કરવામાં આવી હતી

Top Stories

બિગ બોસમાં ફરીવાર લાઇમલાઇટમાં આવેલા અભિનેતા અરમાન કોહલીની મુસીબતો વધી શકે છે.  નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓએ શનિવાર, 28 ઓગસ્ટના રોજ મુંબઈમાં ડ્રગ્સ સંબંધિત કેસમાં અભિનેતાના ઘરે દરોડા પાડ્યા હતા. હાલ શોધખોળ ચાલી રહી છે.2018 માં એક્સાઇઝ વિભાગ દ્વારા 41 બોટલ સ્કોચ વ્હિસ્કી રાખવા બદલ  અરમાન કોહલીની ધરપકડ કરવામાં આવી   હતી. કાયદો ઘરમાં 12 દારૂની બોટલ રાખવાની પરવાનગી આપે છે, પરંતુ અરમાન પાસે 41 થી વધુ બોટલ મળી આવી હતી અને તેમાંથી મોટાભાગની વિદેશી બ્રાન્ડની હતી.

ભૂતકાળમાં અરમાન પર તેની ગર્લફ્રેન્ડ નીરુ રંધાવા પર શારીરિક હુમલો કર્યો હતો અને  કેસ નોંધવામાં આવ્યો હતો. એક સપ્તાહથી વધુ સમય સુધી ફરાર રહ્યા બાદ આખરે તેની લોનાવાલામાં ધરપકડ કરવામાં આવી હતી અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પરંતુ, બાદમાં નીરુએ પોતાનો કેસ પાછો ખેંચી લીધો હતો અને સમાધાન થયો હતો

ઉલ્લેખનીય છે કે અરમનાન એ કોહલી જાની દુશ્મન અને પ્રેમ રતન ધન પાયો જેવી ફિલ્મોમાં જોવા મળ્યો છે અને તે ફરીવાર બિગ બોસના મંચથી ફેમસ થયો હતો.