બ્રેકિંગ ન્યૂઝ / જાણીતા ભાસ્કર અખબાર ગ્રુપ પર દેશવ્યાપી આવકવેરાનાં દરોડા

દેશનાં પ્રખ્યાત અખબાર ગણાતા ભાસ્કર ગ્રુપ માટે આજનો દિવસ ઘણો ખરાબ હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. જણાવી દઇએ કે, ભાસ્કર ગ્રુપની ઓફિસ પર આવકવેરા વિભાગે મોટી તવાઇ બોલાવી છે.

  • ભાસ્કર અખબારની ઓફિસો પર દેશવ્યાપી દરોડા
  • ભાસ્કર અખબાર ગ્રુપ પર આવકવેરાના દરોડા
  • જયપૂર, અમદાવાદ અને નોઇડા, મુંબઈ સ્થિત ઓફિસો પર કાર્યવાહી
  • ભોપાલમાં ભાસ્કરના માલિકોના ઘર અને સંસ્થા પર દરોડા
  • આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા સર્ચની કાર્યવાહી
  • માલિકોની ઓફિસે IT વિભાગના દરોડા

વધુ એક મુસિબત / ગુજરાતમાં કોરોનાથી મળી રાહત પણ મ્યુકરમાયકોસિસે વધારી ચિંતા

દેશનાં પ્રખ્યાત અખબાર ગણાતા ભાસ્કર ગ્રુપ માટે આજનો દિવસ ઘણો ખરાબ હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. જણાવી દઇએ કે, ભાસ્કર ગ્રુપની ઓફિસ પર આવકવેરા વિભાગે મોટી તવાઇ બોલાવી છે. આવકવેરાનાં અધિકારીઓએ રાજ્યાં અમદાવાદ શહેર સ્થિત ઓફિસ, જયપુર, નોયડા અને ભોપાલ સહિતની ઓફિસો પર આઇટી વિભાગે દરોડા પાડ્યા છે.

મેઘરાજા / રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી, સાર્વત્રિક મેઘ મહેર જોવા મળશે

આપને જણાવી દઇએ કે, દેશનાં જાણીતા ભાસ્કર અખબારની ઓફિસો પર આઈટી વિભાગ દ્વારા દેશવ્યાપી દરોડા પાડવામા આવ્યા છે. ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા તાજેતરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. દેશમાં 65 થી વધારે સંસ્કરણ ધરાવતા આ અખબારને લઇને સુત્રો કહી રહ્યા છે કે, ભાસ્કર જૂથ દ્વારા તેના જુદા જુદા વ્યવસાયોમાં કરચોરી કરાઈ હોવાના આરોપસર ભાસ્કર જૂથની જુદાં જુદાં રાજ્યોમાં આવેલી ઓફિસો પર દરોડા પડ્યા છે. આ ઉપરાંત ભાસ્કર જૂથના માલિકોને નિવાસસ્થાને પણ દરોડા પાડવામાં આવ્યા છે.

અમદાવાદ સ્થિતિ ભાસ્કર ગ્રુપની ઓફિસનાં દ્રશ્યો

રાજકારણ / શાઝિયા ઇલ્મી અને પ્રેમ શુક્લા BJPના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે નિયુક્ત,UP વિધાનસભાની ચૂંટણીમાં મળી શકે છે લાભ

મધ્યપ્રદેશ સ્થિત ભાસ્કર ગ્રુપની ઓફિસનાં દ્રશ્યો

સુત્રો દ્વારા મળી રહેલી માહિતી મુજબ, આજે એટલે કે ગુરુવારે વહેલી સવારે અમદાવાદ, દિલ્હી, નોઈડા, જયપુર, ભોપાલ, ઇન્દોર સહિતની ઓફિસોમાં ઈન્કમટેક્સ વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. તમે જે હાલમાં જોઇ રહ્યા છો તે મધ્યપ્રદેશનાં ભોપાલમાં ભાસ્કર ગ્રુપની ઓફિસની બહારનાં દ્રશ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દેશનાં અલગ-અલગ સ્થળોએ કરચોરી સંદર્ભે આવકવેરા વિભાગ ભાસ્કર ગ્રુપ પર કાર્યવાહી હાથ ધરી રહ્યુ છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment