વધુ એક મુસિબત / ગુજરાતમાં કોરોનાથી મળી રાહત પણ મ્યુકરમાયકોસિસે વધારી ચિંતા

ગુજરાતમાં મ્યુકરમાઇકોસિસથી 656 દર્દીઓનાં મોત થઇ ચુક્યા છે. જ્યારે આ મામલે મહારાષ્ટ્ર દેશમાં પ્રથણ ક્રમે આવે છે. મહારાષ્ટ્રમાં મ્યુકરમાઇકોસિસથી 1,129 દર્દીઓનાં મોત થયા છે.

  • કોરોના રોકાવા તરફ તો મ્યુકરમાયકોસિસની ચિંતા
  • ગુજરાતમાં મ્યુકરમોઇકોસિસમાં 656 દર્દીના મૃત્યુ
  • મ્યુકરમાયકોસિસથી મૃત્યુમાં ગુજરાત બીજા ક્રમે
  • મહારાષ્ટ્ર 1129ના મૃત્યુ સાથે દેશમાં પ્રથમ
  • ગુજરાતમાં 703 દર્દીઓએ તબીબીસલાહ અવગણી
  • કેન્દ્રસરકારના રિપોર્ટમાં બહાર આવી વિગત
  • હાલ મ્યુકરમાયકોસિસના 800 દર્દી સારવાર હેઠળ

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દૈનિક કોરોનાનાં કેસ ઘટી રહ્યા હોવાના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે કોરોનાનાં કેસ ઘટી તો રહ્યા છે પરંતુ એક બીજો ખતરો ગુજરાત માટે ચિંતાનો વિષય બન્યો છે.

મેઘરાજા / રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી, સાર્વત્રિક મેઘ મહેર જોવા મળશે

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં કોરોનાની બીજી લહેર શાંત પડી ગઇ છે. વળી કોરોનાનાં કેસ ઘટતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે તો બીજી તરફ મ્યુકરમાઇકોસિસનાં કેસમાં વધારો થતા લોકોમાં હવે એક નવી બિમારીને વેગ મળશે તેની સંભાવનાઓ વર્તાઇ રહી છે. મ્યુકરમાઇકોસિસ રાજ્ય માટે કેટલો ખતરમાનકક સાબિત થઇ રહ્યો છે તે એે વાતથી સ્પષ્ટ થાય છે કે સમગ્ર દેશમાં મ્યુકરમાઇકોસિસથી થયેલા મોતનાં આંકડાઓમાં ગુજરાત બીજા ક્રમે છે. ગુજરાતમાં મ્યુકરમાઇકોસિસથી 656 દર્દીઓનાં મોત થઇ ચુક્યા છે. જ્યારે આ મામલે મહારાષ્ટ્ર દેશમાં પ્રથણ ક્રમે આવે છે. મહારાષ્ટ્રમાં મ્યુકરમાઇકોસિસથી 1,129 દર્દીઓનાં મોત થયા છે. વળી બીજી તરફ ગુજરાતમાં 703 દર્દીઓ એવા છે કે, જેમણે તબીબી સલાહને અવગણી છે. આ સમગ્ર વિગત કેન્દ્ર સરકારનાં રિપોર્ટમાં બહાર આવી છે. જણાવી દઇએ કે, તાજેતરમાં મ્યુકરમાઇકોસિસનાં રાજ્યમાં 800 દર્દીઓ સારવાર હેઠળ છે.

સાવધાન! / કોરોના મહામારીએ એક પરીક્ષા છે, જેમાં વિશ્વ નિષ્ફળ થઈ રહ્યું છે : WHO પ્રમુખ

ઉલ્લેેખનીય છે કે, મહારાષ્ટ્રમાં 3,509 લોકોનાં મોતનો બેકલોગ ઉમેરવામાં આવ્યો છે અને 2,479 જૂના કેસોનો ઉમેરો થયો છે. દેશમાં કોરોનાનો સાપ્તાહિક પોઝિટિવિટી રેટ પણ સતત પાંચ ટકાથી નીચે રહ્યો છે. બુધવારે જારી કરાયેલા આંકડા મુજબ, તે 2.09 ટકા છે. જ્યારે દૈનિક પોઝિટિવિટી દર 2.27 ટકા છે. આ સતત 30 માં દિવસે છે, જ્યારે સંક્રમિત લોકોની સંખ્યા પોઝિટિવિટી રેટની તુલનામાં 3 ટકાથી ઓછી રહી છે. દેશમાં ટેસ્ટિંગ ક્ષમતા ઝડપથી વધી છે. અત્યાર સુધીમાં 44.91 કરોડનાં કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી ચુકી છે. આ ઉપરાંત સૌથી વધુ નવા કેસોવાળા રાજ્યોમાં આંધ્રપ્રદેશમાં 2,498, ઓડિશામાં 2,085 કેસ અને તમિળનાડુમાં કોરોનાનાં 1,904 નવા કેસ નોંધાયેલા નોંધાયા છે. મંગળવારે મૃત્યુઆંક પણ ઉંચો છે, જેમાં એકલા મહારાષ્ટ્રમાં 3,656 મોત નોંધાયા છે. તાજેતરમાં ભારતમાં રિકવરી દર 97.36 ટકા છે.


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment