#interference/ હવે રાજ્યમાં આ જ હેલમેટ જ માન્ય રહેશે…ખર્ચો કરવા રેડી રહેજો

ગુજરાતમાં હેલ્મેટનો નવો કાયદો અમલી બનશે, જે અનુસાર આગામી જૂન મહિનાથી જેવું તેવું હેલ્મેટ પહેરીને વાહન ચલાવી શકાશે નહીં, કેન્દ્રના પરિવહન વિભાગ દ્વારા ખાસ પ્રકારનું હેલ્મેટ જ

Top Stories Gujarat Others

ગુજરાતમાં હેલ્મેટનો નવો કાયદો અમલી બનશે, જે અનુસાર આગામી જૂન મહિનાથી જેવું તેવું હેલ્મેટ પહેરીને વાહન ચલાવી શકાશે નહીં, કેન્દ્રના પરિવહન વિભાગ દ્વારા ખાસ પ્રકારનું હેલ્મેટ જ પહેરવાનો આદેશ કર્યો છે. એ જોતાં વાહનચાલકોએ ફરી એકવાર હેલ્મેટ બદલવું પડશે, નહીં તો દંડ ભરવો પડશે.

  • ગુજરાતમાં ફરી એકવાર હેલ્મેટનો કાયદો બદલાશે
  • ખાસ માર્કનાં જ હેલ્મેટ માન્ય ગણાશે
  • કેન્દ્ર સરકારની નવી ગાઇડલાઇન્સ
  • જૂન 2021થી ફરી એકવાર હેલ્મેટ બદલવું પડશે
  • નહીં તો દંડ ભરવા રહેવું પડશે તૈયાર
  • આઇએસ 4151 વગરનું હેલ્મેટ માન્ય નહીં ગણાય

રાજ્યનાં ચાર મોટાં શહેરો અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરતમાં હેલ્મેટનો નવો કાયદો આવશે. નવો કાયદો 01-06-2021 અમલી બનશે. આ માટે વાહનવ્યવહાર કમિશનરની કચેરી દ્વારા પોલીસ મહાનિર્દેશક અને ચારેય શહેરના પોલીસ કમિશનરને ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝના .0. એસઓ 4252 તા.. 26-11-2020ની નકલ મોકલી આપવામાં આવી છે, જે મુજબ આ હુકમથી ટૂ-વ્હીલર વાહનચાલકો માટે હેલ્મેટ સ્ટાન્ડર્ડ માર્ક આઈએસ 4151: 2015 ધરાવતા હોવાની જોગવાઈ કરવામાં આવી છે. આ હુકમનો અમલ 01-06-2021થી કરાવવાનો રહેશે. આ તારીખથી આઇએસ 4151 વગરનું હેલ્મેટ માન્ય નહીં ગણાય.

  • માર્ગ અકસ્માતમાંથી બચાવવા નવો કાયદો
  • નવા કાયદામાં કેટલાક નવા નિયમ તૈયાર કર્યા
  • ટૂ-વ્હિલરમાં પાછળ બેસતી વ્યક્તિ માટે પણ નવા નિયમ

સડક પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલયે દેશમાં વધી રહેલી માર્ગ અકસ્માતની ઘટનાઓને ધ્યાને લઈને હવે બાઈક ચલાવવાના નિયમમાં તાજેતરમાં મોટા અને મહત્ત્વના ફેરફાર કર્યા છે. સરકારે બાઈક રાઈડર્સને માર્ગ અકસ્માતમાંથી બચાવવા માટે કેટલાક નવા નિયમ તૈયાર કર્યા છે. આ અંગે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેએ એક ગાઈડલાઈન્સ તૈયાર કરી છે. બાઈકચાલકની સાથોસાથ પાછળ બેસનારી કેટલીક વ્યકિત માટે પણ નિયમ તૈયાર કરવામાં આવ્યા છે. સુરક્ષાના પગલાને ધ્યાને લઈને નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જો એનું પાલન નહીં થાય તો ચલણ કપાશે.

ગુજરાતમાં રોડ એન્ડ સેફટીને લઇ છેલ્લા ઘણાં વર્ષોમાં અકસ્માતની સંખ્યા વધી છે…જેથી નવા કાયદાથી તેમાં ઘટાડો લાવવાની કોશિષ કરવામાં આવી રહી છે.

જુઓ આ વીડિયો અહેવાલ – હવે રાજ્યમાં આ જ હેલમેટ જ માન્ય રહેશે…ખર્ચો કરવા રેડી રહેજો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…