ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોક્સીંગ ડે ટેસ્ટનો ત્રીજો દિવસ પૂરો થયો છે. આ દિવસ ભારતનાં નામે રહ્યો હતો, જેણે ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગમાં 66 ઓવરમાં 133 રનમાં ઓસ્ટ્રેલિયાને રોકી હતી. ઇનિંગની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાનાં અગ્રણી બેટ્સમેન આઉટ થયા હતા.
Stumps on Day 3 of the 2nd Test.
Australia 195 & 133/6, lead India (326) by 2 runs.
Scorecard – https://t.co/HL6BBFdHmw #AUSvIND pic.twitter.com/VZb5xUUcRd
— BCCI (@BCCI) December 28, 2020
જો કે, ઓસ્ટ્રેલિયાએ 66 ઓવરમાં 6 વિકેટ ગુમાવ્યા બાદ, યુવા ઓલરાઉન્ડર કેમરોન ગ્રીન અને પેટ કમિન્સે ટીમને સંભાળી લીધી હતી. તેમણે કેટલાક આક્રમક શોટ પણ રમ્યા હતા. ઓસ્ટ્રેલિયા હાલમાં બે રનથી આગળ છે. ગ્રીન 17 રને અણનમ રહ્યો છે. કમિન્સ 15 રને અણનમ છે. રવિન્દ્ર જાડેજાએ સોમવારે ભારત તરફથી સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી. ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ અને આર અશ્વિને એક-એક વિકેટ ઝડપી હતી. આ ઇનિંગ્સમાં મેથ્યુ વેડે સૌથી વધુ 40 રન બનાવ્યા છે. તે પછી માર્નસ લાબુશેન છે જેણે 28 રન બનાવ્યા હતા. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ બે વિકેટ ઝડપી હતી. ભારતે દિવસની શરૂઆત પાંચ વિકેટનાં નુકસાન પર 277 રન સાથે કરી હતી. કેપ્ટન અજિંક્ય રહાણે 112 રન બનાવીને આઉટ થયો હતો. જાડેજાએ 57 રન બનાવ્યા હતા. અત્યારે ઓસ્ટ્રેલિયન ફક્ત બે રનથી આગળ છે પરંતુ વિકેટ જે રીતે ફરી રહી છે તેનાથી સ્પષ્ટ છે કે ચોથા દિવસે રન બનાવવાનું મુશ્કેલ છે જ્યારે આંકડા પણ ભારતને ટેકો આપી રહ્યા છે.

રસપ્રદ વાત એ છે કે, ભારત પ્રથમ ટેસ્ટમાં 100 થી વધુ લીડ લીધા બાદ તેમના ટેસ્ટ ઇતિહાસમાં માત્ર એક જ વાર હાર્યુ છે. ભારતીય ટીમે 62 મેચોમાં બીજી ઇનિંગમાં બેટિંગ કરીને અત્યાર સુધી 100 થી વધુની લીડ મેળવી લીધી છે, જેમાંથી ટીમ ઈન્ડિયાએ 41 વખત જીત મેળવી છે, જ્યારે 20 ટેસ્ટ ડ્રો પર સમાપ્ત થઈ છે. ફક્ત એક જ વાર હાર મળી છે. 2015 માં, ભારતે પ્રથમ ઇનિંગ્સનાં આધારે શ્રીલંકા સામે 100 થી વધુ રનની લીડ લીધી હતી, પરંતુ તેમા તેને હાર મળી હતી. આ મેચ ભારત માટે ઘણી ખાસ છે કારણ કે પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો છે. આ શ્રેણીમાં ચાર ટેસ્ટ યોજાવાની છે અને ટીમ 0-1 થી પાછળ છે, આવી સ્થિતિમાં ટીમ આ ટેસ્ટ જીતીને સ્પર્ધા કરવા માંગશે, જેથી બાકીની બે મેચ જીતીને શ્રેણીને પણ પોતાના નામે કરી શકાય.

જો ટીમ મેલબોર્નમાં જીત મેળવશે, તો તે ભારતની આ ગ્રાઉન્ડ પર ચોથી અને બોક્સિંગ ડે પર બીજી જીત બનશે. આપને જણાવી દઈએ કે, આ જીત પહેલા ભારતીય ટીમ મેલબોર્નનાં મેદાન પર માત્ર ત્રણ જીત નોંધાવી શકી હતી. 1977 માં, બિશનસિંહ બેદીની કપ્તાની હેઠળ ટીમ ઈન્ડિયાએ પ્રથમ વખત મેલબોર્નમાં ટેસ્ટ જીતી હતી. આ પછી, વર્ષ 1981 માં સુનીલ ગાવસ્કર કેપ્ટન હતો અને તેણે ટીમને જીત અપાવી હતી. ત્યારબાદ ઘણા વર્ષો પછી 2018 માં, ટીમ ઈન્ડિયાએ બોક્સિંગ ડે પર વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં જીત મેળવી હતી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
