બિઝનેસ/ હવે માત્ર એક બિટકોઇન આપીને ખરીદી શકશો Teslaની કાર, કંપનીએ શરુ કરી સેવા..

ટેસ્લા (Tesla) સીઈઓ એલન મસ્ક હંમેશા તેમના નિર્ણયને લઇને ચર્ચામાં છે. હવે તેઓએ જાહેરાત કરી છે કે ગ્રાહકો બીટકોઇન્સ આપીને ટેસ્લા કાર ખરીદી શકે છે. આ સેવા યુએસ માટે હમણાં જ શરૂ કરવામાં આવી છે પરંતુ એલન મસ્ક એ કહ્યું છે કે આ વર્ષના અંતમાં અન્ય દેશોને લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી સાથે ચુકવણી કરવાનો વિકલ્પ આપવામાં આવશે. […]

Business

ટેસ્લા (Tesla) સીઈઓ એલન મસ્ક હંમેશા તેમના નિર્ણયને લઇને ચર્ચામાં છે. હવે તેઓએ જાહેરાત કરી છે કે ગ્રાહકો બીટકોઇન્સ આપીને ટેસ્લા કાર ખરીદી શકે છે. આ સેવા યુએસ માટે હમણાં જ શરૂ કરવામાં આવી છે પરંતુ એલન મસ્ક એ કહ્યું છે કે આ વર્ષના અંતમાં અન્ય દેશોને લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી સાથે ચુકવણી કરવાનો વિકલ્પ આપવામાં આવશે.

Pin by J JONES on Tesla at Teslafly.com | Electric cars, Tesla car, Luxury cars

લોકપ્રિય કાર ઉત્પાદક ટેસ્લાએ એક મહિના પહેલા જાહેરાત કરી હતી કે ચુકવણી તરીકે બીટકોઇન્સ સ્વીકારવાનું શરૂ કરવામાં આવશે. ટેસ્લાએ પહેલાથી જ બિટકોઇનમાં $ 1.5 અરબ ડોલરનું રોકાણ કર્યું છે.

એક બિટકોઇનમાં મળી ડશે બેઝ મોડલ
હાલમાં એક બિટકોઇનની કિંમત 56,000 ડોલરથી પણ વધુ છે, જેનો અર્થ એ છે કે એન્ટ્રી લેવલ (બેઝ મોડેલ) ટેસ્લા ખરીદવા માટે લોકોને કોઇન કરતા પણ ઓછા ચૂકવવા પડશે. એન્ટ્રી-લેવલ ટેસ્લા મોડેલ 3 સ્ટાન્ડર્ડ રેંજ પ્લસની શરુઆતી કિંમત 37,990 ડોલર છે. લાંબી શ્રેણીની કિંમત, 46,990 ડોલરથી શરુ થાય છે. આ સિવાય, ટોપ-ઓફ-લાઇનની કિંમત 54,990 ડોલર છે.

Is it safe to invest in Bitcoin?

મસ્ક એ એક ટ્વિટમાં કહ્યું, “તમે હવે બિટકોઇનથી ટેસ્લા ખરીદી શકો છો.” તેમણે કહ્યું, ‘ટેસ્લા ફક્ત આંતરિક અને ખુલ્લા સ્રોત સોફ્ટવેરનો ઉપયોગ કરી રહ્યું છે અને સીધા જ બિટકોઇન નોડ્સનું સંચાલન કરે છે. ટેસ્લાને અપાયેલા બિટકોઇન્સને બિટકોઇન્સ તરીકે જાળવવામાં આવશે, મસ્કએ વધુમાં કહ્યું કે બિટકોઇન દ્વારા ચુકવણીની સુવિધા આ વર્ષના અંતમાં યુ.એસ. સાથા બહારના અન્ય દેશોમાં પણ ઉપલબ્ધ થશે.

ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરવાનો વિકલ્પ હવે કંપનીની યુએસ વેબસાઇટ પર દેખાય છે. ચુકવણી કરવા માટે યૂઝર્સ પાસે ક્યૂઆર કોડ સ્કેન કરવાનો અથવા તેના બિટકોઇન વોલેટ સરનામાંની કપી અને પેસ્ટ કરવાનો વિકલ્પ હશે.

ટેસ્લાના બિટકોઇન ચુકવણીની શરતો અનુસાર, તેના વાહનોની કિંમત યુએસ ડોલરમાં ચાલુ રહેશે.