બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચનના ફેન્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે.અમિતાભે હાલમાં જ તેમની નવી ફિલ્મ ઝુંડની રિલીઝ ડેટની જાહેરાત કરી છે, જેને સાંભળીને ચાહકો ખૂબ જ ખુશ થઈ ગયા છે. આ ફિલ્મના દિગ્દર્શક નાગરાજ મંજુલે છે. આ ફિલ્મ 4 માર્ચ, 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
T 4178 – Iss toli se muqaabla karne ke liye raho taiyaar! Humari team aa rahi hai ⚽🥅 #Jhund releasing on 4th Mar 2022 in cinemas near you.@Nagrajmanjule #BhushanKumar #KrishanKumar #RaajHiremath #SavitaRajHiremath @AjayAtulOnline @TSeries @tandavfilms @aatpaat @ZeeStudios_ pic.twitter.com/EtNUZJFA1c
— Amitabh Bachchan (@SrBachchan) February 2, 2022
વાસ્તવમાં આ ફિલ્મ ગયા વર્ષે જ રિલીઝ થવાની હતી. પરંતુ કોરોનાને કારણે ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી હતી.અમિતાભ ની ‘ઝુંડ’ વિજય બરસેના જીવન પર આધારિત સ્પોર્ટ્સ ડ્રામા છે. તમને જણાવી દઈએ કે વિજય એનજીઓ સ્લમ સોકરના સ્થાપક છે. જેમણે સોકર જેવી રમતને આ સ્તરે લઈ જવાનું કામ કર્યું છે.
આ પણ વાંચો:ગેસ સિલિન્ડર બ્લાસ્ટ / વડોદરામાં કાનમાં ગેસનો બોટલ ફાટયો, બાળક સહિત 4 લોકો ગંભીર રીતે દાઝ્યા
પોતાની ફિલ્મની જાહેરાત કરતા અમિતાભ બચ્ચને ટ્વિટર પર લખ્યું- ‘આ જૂથ સાથે સ્પર્ધા કરવા તૈયાર રહો! અમારી ટીમ આવી રહી છે. ઝુંડ 4મી માર્ચ 2022ના રોજ તમારી નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.
અમિતાભના વર્કફ્રન્ટની વાત કરીએ તો ઝુંડ સિવાય બિગ બી પાસે ઘણી ફિલ્મો છે. જેમ કે તે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. જેનું નિર્દેશન અયાન મુખર્જી દ્વારા કરવામાં આવ્યું છે અને તે 9 સપ્ટેમ્બર, 2022ના રોજ રિલીઝ થવાની છે.
થોડા દિવસો પહેલા, અમિતાભે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર તેમના પુત્ર અભિષેક બચ્ચનની ફિલ્મના પ્રમોશન માટે એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણે લખ્યું છે કે – “મારા પુત્રો મારા વારસદાર નહીં બને, જે મારા વારસદાર હશે તે મારા પુત્રો હશે” કારણ કે તેઓ તેમના વારસાને ન્યાયી ઠેરવશે.
આ પણ વાંચો;કોરોના / રાજ્યમાં રાત્રી કર્ફ્યૂ અને નિયંત્રણોમાં છુટછાટ મળશે, જાહેર થશે નવી ગાઇડલાઇન
