Not Set/ રાણીપમાં બે માળનું મકાન એકાએક થયું ધરાશાયી, 2 મહિલાનાં મોત

અમદાવાદના રાણીપ વિસ્તારની શાકમાર્કેટ નજીક આવેલ નેમિનાથ સોસાયટીમાં બે માળનું મકાન એકાએક  ધરાશાયી થવાની ઘટના સામે આવી છે.

Top Stories Ahmedabad Gujarat Trending

અમદાવાદના રાણીપ વિસ્તારની શાકમાર્કેટ નજીક આવેલ નેમિનાથ સોસાયટીમાં બે માળનું મકાન એકાએક  ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. જે આજે સવારે એકાએક ધડાકા સાથે તૂટી પડ્યું હતું. મકાન તૂટી પડતા અંદર રહેલા પરિવારના 3 સભ્યો કાટમાળમાં ફસાયા હતા. આ ઘટનાની જાણ ફાયરને કરાતાં ફાયર બ્રિગેડનો કાફલો ત્વરીત ઘટના સ્થળે પહોંચ્યો હતો અને રાહત કામગીરી હાથ ધરી હતી.

આ પણ વાંચો :રાજકોટમાં રસીના બે ડોઝ લેવા છતાં કોવિડ સ્પેશિયાલિસ્ટ ડો. ચિરાગ માત્રાવડિયા કોરોના સંક્રમિત

Chania

મળતી માહિતી અનુસાર, અમદાવાદના રાણીપ એરિયાની શાકમાર્કેટ નજીક નેમિનાથ સોસાયટીમાં એક બે માળનું મકાન આવેલું છે. ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે. ગેસ લીકેજથી દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવી રહ્યુ છે.  ઘર કયા કારણોથી પડ્યું તેની તપાસ ચાલુ છે.

આ પણ વાંચો :કોરોના સંક્રમણ વધતા સંઘ પ્રદેશ દિવ દમણ અને દાદરા નગરહવેલી માં વિકેન્ડ કર્ફ્યું

Chania

મકાનના કાટમાળમાં ફસાયેલાઓને બચાવવા માટે હાથ ધરેલી ઝડપી બચાવ અને રાહત કામગીરીમાં કુલ ત્રણ વ્યક્તિઓને જીવતા બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે બે મહિલાનાં મોત સારવાર દરમિયાન મોત થયા હતા. જયારે બચી ગયેલા વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. નેમિનાથ સોસાયટીમાં બે માળનુ મકાન, એકાએક કેવી રીતે ધરાશાયી થયુ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. વીજળી પડવાના કારણે દુર્ઘટના ઘટી હોય તેવું પ્રાથમિક તપાસ પરથી સંભાવના લાગી રહી છે.

Chania

જણાવી દઈએ કે, મૃતકોની ઓળખ નુતન બેન પંચાલ અને ભાવનાબેન પટેલ તરીકે થઇ છે.

આ પણ વાંચો :ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા થયા કોરોના મુક્ત,UN હોસ્પિટલ માંથી રજા અપાઈ

આ પણ વાંચો :અસારવા બાદ સોલા સિવિલ પણ હાઉસફુલ,50 વેન્ટિલેટર અને 250 ઓક્સિજન બેડ ભરાયા