- અમેરિકામાં બરફનું ભયાનક તોફાન ત્રાટકયું
- પેન્સિલવેનિયા,વર્જિનિયા સહિત રાજ્યોમાં કહેર
- અમેરિકાનાં ઉત્તર પૂર્વનાં 14 રાજ્યોમાં અસર
- બરફનાં તોફાન ગેઇલનાં કારણે હિમવર્ષા
અમેરિકા પર કુદરત રુઠી હોય તેવા એંધાણો પાછલા લાંબા સમયથી જોવામાં આવી રહ્યા છે. ક્યારે ચક્રાવોતો, તો ક્યારે અતિવૃષ્ટી, અને હા કોરોના તો ખરો જ ખરો અને હવે બરફનું ભયાનક તોફાન અમેરિકાને હચમચાવી રહ્યું છે. વાત જાણે એમ છે કે, 14 ઉત્તરપૂર્વીય અમેરિકાન રાજ્યોમાં બરફનાં તોફાનનાં કારણે બે ફૂટ જેટલી ભારે બરફવર્ષા થઇ હતી.
અમેરિકાના સમગ્ર પૂર્વ કિનારાનાં રાજ્યો બરફના ઢગલામાં ઢંકાઇ ગયાં હતાં. હજારો માઇલની સડકો પર વાહનવ્યવહાર ખોરવાયો હતો. 14 રાજ્યોના 6 કરોડથી વધુ લોકોને વિન્ટર સ્ટોર્મ ગેઇલ ત્રાટકવાની ચેતવણી પહેલેથી જારી કરી દેવાઇ હતી. ન્યૂયોર્કથી વર્જિનિયા અને માઇને સુધીનાં રાજ્યોમાં બરફનાં તોફાને હાહાકાર મચાવ્યો હતો. આ રાજ્યોના ગવર્નરોએ લોકોને ઘરોમાં રહેવાની ચેતવણી જારી કરી હતી.

વર્જિનિયામાં કુલ 1 હજારથી વધુ અકસ્માત નોંધાયા
પેન્સિલ્વેનિયાની ક્લિન્ટન કાઉન્ટીમાં ઇન્ટરસ્ટેટ હાઇવે 80 પર એક ડઝનથી વધુ વાહનોમાં ટક્કર સર્જાતાં બે લોકોનાં મોત થયાં હતાં. નોર્થ કેરોલિનામાં એક અને વર્જિનિયામાં પણ એક મોત નોંધાયું હતું. વર્જિનિયામાં 200 કાર અકસ્માત સહિત કુલ એક હજારથી પણ વધારે માર્ગ અકસ્માત નોંધાયા હતા.
ન્યૂયોર્કમાં ભારે હિમવર્ષાનાં કારણે જનજીવન ખોરવાઇ ગયું હતું. વર્જિનિયામાં 57200 મકાનોમાં અને ન્યૂજર્સીમાં 11600 મકાનોમાં વીજળી ગુલ થઇ ગઇ હતી. બીજી બાજુ પેસિફિક સમુદ્રમાં આવેલા ટાપુ દેશ ફીજી તરફ વિનાશક વાવાઝોડું યાસા આગળ ધપી રહ્યું છે. ફીજીએ કુદરતી આપત્તિ જાહેર કરીને સમગ્ર દેશમાં કરફ્યૂ લાદયો હતો.

14 કલાકના કરફ્યૂ
અમેરિકામાં સંપૂર્ણ વસતીને બપોરના ચાર કલાકથી શરૂ થઈ રહેલાં ૧૪ કલાકના કરફ્યૂ અગાઉ સલામત આશ્રય મેળવી લેવાનો આદેશ કર્યો હતો. ટોચના પાંચ વિનાશક વાવાઝોડામાં સ્થાન ધરાવતું વાવાઝોડું યાસા સમગ્ર સાઉથ પેસિફિક દ્વીપસમૂહમાં કલાકના ૨૫૦ કિલોમીટરની ઝડપ ધરાવતો પવન ફૂંકે અને ભારે વરસાદ લાવે તેવી શક્યતા છે. ફીજીના હવામાન ખાતાએ જણાવ્યું હતું કે ખરાબ પરિસ્થિતિ આડે હજું કેટલાક કલાક બાકી રહ્યા છે જો કે, દેશના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થયેલી છે.

1300 થી વધુ ફ્લાઇટો કરાઇ રદ્દ
બરફનાં તોફાનને કારણે પૂર્વ અમેરિકામાં ૧૩૦૦થી વધુ ફ્લાઇટ રદ કરાઇ હતી. ટ્રેન ઓપરેટર એમટ્રેકને તેના રૂટમાં બદલાવ કરવાની ફરજ પડી હતી. અમેરિકન, ડેલ્ટા, સાઉથવેસ્ટ અને યુનાઇટેડ જેવી એરલાઇન્સે અસરગ્રસ્ત ફ્લાઇટો માટેની ફી માફ કરવાની જાહેરાત કરી હતી.
આ વિસ્તારોમાં હજુ પણ તોફાનની આગાહી
નેશનલ વેધર ર્સિવસ દ્વારા જ્યોર્જિયાથી ન્યૂ ઇંગ્લેન્ડ સુધીનાં રાજ્યોમાં બરફનાં તોફાનનાં કારણે વીજળી ગુલ થવા સહિતની ચેતવણી જારી કરાઇ હતી. આ રાજ્યોમાં શાળાઓ બંધ રાખવાનો આદેશ અપાયો હતો. પેન્સિલ્વેનિયામાં અતિભારે હિમવર્ષાની આગાહી કરાઇ હતી. વેધર એજન્સીએ જણાવ્યું હતું કે, ફ્રીજિંગ રેઇન આ પ્રદેશો માટે સૌથી મોટી ચિંતાનો વિષય છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
