Not Set/ રાજય માં ઓકટોબર–નવેમ્બર દરમિયાન ડુંગળીના ભાવ વધશે તેવી સંભાવના

સરકારે ડુંગળીના ભાવમાં વધારાને રોકવા માટે ઘણા પગલાં લીધા છે, જેમાં નાણાકીય વર્ષ ૨૦૨૨ માટે ડુંગળી માટે બે લાખ ટનનો બફર સ્ટોકનો સમાવેશ થાય છે

Gujarat Others

રાજય માં  તૌકતે  વાવાઝોડાને લઈને  ડુંગળીના ભાવ માં વધારો કરવામાં આવ્યો હતો . ત્યારે  આવનારી તહેવારોની સિઝનમાં ડુંગળી ફરી એકવાર લોકોને રડાવશે. જે  અંતર્ગત ઓકટોબર–નવેમ્બર દરમિયાન ડુંગળીના ભાવ  વધશે તેવી  સંભાવના જોવા મળી રહી છે  છે. આ ભાવ વધારાનું કારણ વરસાદ  હોઈશકે છે. મોડા વરસાદના કારણે પાકની આવક મોડી થઈ શકે છે જેના કારણે ૨ માસ સુધી ડુંગળીના ભાવ વધારે રહી શકે છે. તરવું જાણવા મળી રહ્યું છે .

રાજય માં  ખરીફ પાકના આગમનમાં વિલબં અને ચક્રવાત ટૌકતેના કારણે બફર સ્ટોકમાં રાખવામાં આવેલા માલ અલ્પાવધિનો હોવાના કારણે ભાવમાં વધારો થવાની સંભાવના છે.

ગયા વર્ષે સમાન તહેવારોની સીઝનમાં ૨૦૧૮ ના સામાન્ય વર્ષની સરખામણીમાં ડુંગળીના ભાવ બમણા થઈ ગયા હતા . મુખ્યત્વે ભારે અને અનિયમિત ચોમાસાના કારણે આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્ર્રમાં ખરીફ પાકને નુકસાન થયું હતું. ઓકટોબરના અંતમાં અથવા નવેમ્બરની શઆત સુધી બજારમાં ખરીફ ડુંગળીના આગમનને ૨–૩ સાહ સુધી વિલંબિત કરે તેવી ધારણા છે, તેથી ત્યાં સુધીમાં ભાવ વધવાની શકયતા છે.

સરકારે ડુંગળીના ભાવમાં વધારાને રોકવા માટે ઘણા પગલાં લીધા છે, જેમાં નાણાકીય વર્ષ ૨૦૨૨ માટે ડુંગળી માટે બે લાખ ટનનો બફર સ્ટોકનો સમાવેશ થાય છે. ડુંગળી માટે કરેલા બફર સ્ટોકનો લગભગ ૯૦ ટકા હિસ્સો ખરીદવામાં આવ્યો છે, જેમાં સૌથી મોટો ફાળો મહારાષ્ટ્ર્રમાંથી આવે છે.