Not Set/ દેશનો વિકાસ ઠપ, ફક્ત મોદીની દાઢી વધી રહી છે…મગજનો સ્ક્રૂ ઢીલો થઇ ગયો છે, મમતા બેનર્જીની જીભ લપસી

મમતા બેનર્જીએ કહ્યું કે, કેટલીકવાર તેઓ (મોદી) પોતાને સ્વામી વિવેકાનંદ કહે છે અને ક્યારેક તેમના નામ પરથી સ્ટેડિયમનું નામ બદલી નાખે છે. તેમના મગજમાં કંઇક ખોટું ચાલી રહ્યું છે

Top Stories India

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election)માં આવતીકાલે એટલે કે શનિવારે પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે ત્યારે રાજનેતાઓ વચ્ચે નિવેદનબાજી તેજ થઇ ગઇ છે. આજે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નરેન્દ્ર મોદી પર જોરદાર પ્રહારો કર્યા. તેમણે પીએમ મોદીની વધતી દાઢી પર કટાક્ષ કરતાં કહ્યું કે દેશમાં ઔદ્યોગિક વિકાસ ઠપ છે પરંતુ પીએમ મોદીની દાઢી વધી રહી છે. મમતાએ એમ પણ કહ્યું કે એવું લાગે છે કે મોદીનો મગજનો સ્ક્રૂ ઢિલો થઇ ગયો છે.

વધુમાં બંગાળ સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે, કેટલીકવાર તેઓ (મોદી) પોતાને સ્વામી વિવેકાનંદ કહે છે અને ક્યારેક તેમના નામ પરથી સ્ટેડિયમનું નામ બદલી નાખે છે. તેમના મગજમાં કંઇક ખોટું ચાલી રહ્યું છે.”

મહત્વનું છે કે વિધાનસભા ચૂંટણીને લઇને શુક્રવારે મમતા બેનર્જીએ એક રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે ભાજપ અને વડાપ્રધાન મોદીને બરોબર નિશાને લીધા હતા. મમતાએ પીએમ મોદીને દંગાબાજ ગણાવતા કહ્યું કે ભાજપે ગુજરાત, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં દંગા કરાવ્યા.

અગાઉ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મમતા બેનર્જી પર નિશાન સાધતા કહ્યું હતું કે ભગવાન રામથી ચીડાતા ‘દીદી’ ભારતીય સંસ્કૃતિની ઓળખ સમાન ભગવા વસ્ત્રોથી ગભરાઈ રહ્યા છે. ગુરુવારે મેદિનીપુર અને ચંદ્રકોણામાં મમતા બેનરજીના મત વિસ્તારના નંદીગ્રામ સિવાય ત્રણ અલગ અલગ રેલીઓને સંબોધન કરતાં યુપી સીએમ યોગીએ કહ્યું હતું કે 2 મે પછી, ટીએમસીના ગુંડાઓને એક એક કરીને ઓળખી કાઢવામાં આવશે, અને તેમને નિયમ પ્રમાણે સજા કરવામાં આવશે.

યોગીએ સભામાં ઉપસ્થિત લોકોને કહ્યું, તમારે મમતા બેનરજી પાસેથી દસ વર્ષનો હિસાબ માંગવો જોઈએ. તેમને પૂછવું જોઈએ કે જ્યારે ઉત્તર પ્રદેશમાં દુર્ગાપૂજા થઈ શકે છે, ત્યારે બંગાળમાં કેમ ન થઈ શકે.