આઇપીએલ 2021 માટે ભારત આવેલા ઓસ્ટ્રેલિયન ટીમનાં ખેલાડીઓ, કોચ, મેચ અધિકારીઓ અને કોમેંન્ટેટર્સ ટૂર્નામેન્ટ મુલતવી થયા બાદ ભારતથી માલદીવ જવા રવાના થઇ ગયા છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ) અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એસોસિએશન (એસીએ) એ ગુરુવારે એક સંયુક્ત નિવેદન બહાર પાડીને આ માહિતી આપી છે.

ક્રિકેટ / મારા જીવનમાં પહેલા ક્યારેય મે પોતાને આટલો લાચાર સમજ્યો નથી: સુરેશ રૈના
ભારતમાં કોરોના વાયરસનાં વધતા જતા કેસોને જોતા ઓસ્ટ્રેલિયન સરકારે 15 મે સુધી અહીંથી આવતા મુસાફરો પર પ્રતિબંધ લગાવી દીધો છે. જોકે, સરકારનાં આ નિર્ણયની પણ ટીકા થઈ રહી છે.આ દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સનાં બેટિંગ કોચ માઇક હસી પોઝિટિવ હોવાના કારણે હાલમાં તે ભારતમાં રહેશે. સીએ અને એસીએ એ એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે, માઇક હસીને કેટલાક લક્ષણો છે અને તે આઈપીએલ ફ્રેન્ચાઇઝીની દેખરેખ હેઠળ રહેશે. સીસી અને એસીએ હસીને સુરક્ષિત રીતે પરત લાવવા માટે ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) નાં સંપર્કમાં રહેશે. ભારતથી ઓસ્ટ્રેલિયા સુધીની મુસાફરી પ્રતિબંધ હળવી ન થાય ત્યાં સુધી ઓસ્ટ્રેલિયાનાં ખેલાડીઓ માલદીવમાં રહેશે. સીએ અને એસીએ એ કહ્યું છે કે, અમે અગાઉ કહ્યું હતું કે અમે ઓસ્ટ્રેલિયા સરકાર પાસેથી પ્રતિબંધોમાં છૂટની માંગ નથી કરી રહ્યા.

ICC Test Ranking / ઋષભ પંતે રચ્યો ઇતિહાસ, પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને પાછળ છોડી આ સ્થાન પર પહોંચનાર પ્રથમ ભારતીય ખેલાડી
અગાઉ, પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર અને હવે કોમેન્ટેટર માઇકલ સ્લેટરએ ટ્વિટર પર લખ્યું હતું કે, આ અદ્ભુત છે કે વડા પ્રધાને માનવતાવાદી ત્રાસદીનાં મુદ્દાને નજર અંદાજ કરી દીધો. ભારતમાં રહેતા ઓસ્ટ્રેલિયન લોકોનો ડર વાસ્તવિક છે. કેવુ રહેશે જ્યારે તમે તમારું ખાનગી જેટ લાવો અને જુઓ કે શેરીઓમાં મૃતદેહ પડ્યા છે. જો કે, અહી તમને જણાવી દઇએ કે સ્લેટરએ થોડું વધારે લખ્યું છે, ભારતમાં મોત તો થઈ જ રહી છે, પરંતુ મૃતદેહો શેરીઓમાં પડેલા છે, આ એક ખોટી વાત છે. માઇકલ સ્લેટર અગાઉ પણ ઓસ્ટ્રેલિયન પીએમ સ્કોટ મોરિસન પર નિશાન સાધ્યું હતુ. તેમણે મોરિસનને તેમના ખેલાડીઓ માટે સ્વદેશ પરત લાવવાની વ્યવસ્થા ન કરવા બદલ આકરી ટીકા કરી હતી અને કહ્યું હતું કે તેમના વડા પ્રધાનનાં હાથ લોહીથી રંગાયેલા છે.

