Not Set/ પતંગ ઉત્પાદકો દ્વારા આ મુદ્દે હાઈકોર્ટમાં PIL

પતંગ ઉત્પાદકો દ્વારા આ મુદ્દે હાઈકોર્ટમાં PIL

Top Stories Ahmedabad Gujarat

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કાળો કહેર મચાવ્યો છે. જો કે છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. તો સાથે દેશમાં પણ સતત કોરોના કેસમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.

કોરોના કાળમાં લાગુ કરવામાં આવેલા લોક ડાઉનમાં ગુજરાત સહીત સમગ્ર દેશમાં જુદા જુદા તહેવારની ઉજવણી ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યા છે. ત્યારે આગામી ઉતરાણ ના તહેવારને લઈને પણ રાજ્ય સરકાર દ્વારા જાહેર પતંગોતસ્વ પર પ્રતિબંધ મુક્યા છે. તથા એક ધાબા ઉપર એક જ રસોડે જમતા લોકોને ભેગા થવાની સુચના આપવામાં આવી છે.

ત્યારે વર્ષભાર મહેનત કરી અને પતંગ બનાવતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.ઉત્તરાયણ પ્રતિબંધને લઈને વેપારીઓએ ગુજરાત હાઈકોર્ટમાં PIL કરી છે. પતંગ વ્યવસાય આજીવિકાનો સ્ત્રોત હોવાની રજૂઆત કરવામાં આવી છે. પતંગ ઉત્પાદકો દ્વારા કરવામાં આવેલી જાહેર હિતની અરજી પર આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી છે. જાહેર હિતની અરજીમાં પક્ષકાર તરીકે જોડવા પિટીશન કરવામાં આવી છે. પતંગ-દોરાના વેચાણ પર પ્રતિબંધ ન ફરમાવવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…