કોકિલ કંઠી લતા મંગેશકરનું નિધન થયું છે. તેઓ 8 જાન્યુઆરીથી બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. કોવિડ ચેપ બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે, તેઓને કોરોનાની સાથે સાથે સાથે ન્યુમોનિયા પણ થયો હતો અને આજે તેઓએ આ દુનિયાને અલવિદા કહ્યું છે. ત્યારે આવામાં દેશમાં દુનિયામાં લોકો તેમના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે આવામાં પીએમ મોદીએ પણ તેમના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે.
આ પણ વાંચો :સ્વર કોકિલા લતા મંગેશકર આખરે હાર્યા જીવનની લડાઈ
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને લતા દીદીને પાઠવી શ્રદ્ધાંજલિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું, હું મારું દુ:ખ શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી. દયાળુ અને સંભાળ રાખનારી લતા દીદીએ અમને છોડી દીધા. તેમણે આપણા દેશમાં એક ખાલીપો છોડી દીધો છે જે ભરી શકાતો નથી. આવનારી પેઢીઓ તેમને ભારતીય સંસ્કૃતિના દિગ્ગજ તરીકે યાદ કરશે, જેમના મધુર અવાજમાં લોકોને મંત્રમુગ્ધ કરવાની અપ્રતિમ ક્ષમતા હતી.
I am anguished beyond words. The kind and caring Lata Didi has left us. She leaves a void in our nation that cannot be filled. The coming generations will remember her as a stalwart of Indian culture, whose melodious voice had an unparalleled ability to mesmerise people. pic.twitter.com/MTQ6TK1mSO
— Narendra Modi (@narendramodi) February 6, 2022
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પાઠવી શ્રદ્ધાંજલિ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગાયિકા લતા મંગેશકરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, ભારત રત્ન, લતાજીની સિદ્ધિઓ અજોડ રહેશે.
ગડકરીએ કહ્યું- તેમણે સંગીતની દુનિયાને સૂરથી સજાવી છે…
નીતિન ગડકરીએ કહ્યું કે, દેશનું ગૌરવ અને સંગીત જગતના વડા ભારત રત્ન લતા મંગેશકરજીનું નિધન ખૂબ જ દુઃખદ છે. પવિત્ર આત્માને મારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ. તેમનું નિધન એ દેશ માટે અપુરતી ખોટ છે. તે હંમેશા તમામ સંગીત શોધનારાઓ માટે પ્રેરણારૂપ હતી. તેમણે કહ્યું કે, 30 હજારથી વધુ ગીતો ગાઈને તેમના અવાજે સંગીતની દુનિયાને સૂરથી સજાવી છે. લતાદીદી ખૂબ જ શાંત સ્વભાવના અને પ્રતિભાથી સમૃદ્ધ હતી.
કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે, તમામ દેશવાસીઓની જેમ તેમનું સંગીત પણ મને ખૂબ જ પ્રિય છે, જ્યારે પણ મને સમય મળે છે ત્યારે હું તેમના દ્વારા ગાયેલા ગીતો ચોક્કસ સાંભળું છું. ભગવાન દિવંગત આત્માને શાંતિ આપે અને પરિવારને સાંત્વના આપે.
સીએમ યોગીએ વ્યક્ત કર્યું દુઃખ
યુપીના સીએમ યોગીએ ટ્વીટ કર્યું, ‘સ્વર કોકિલા’, ‘ભારત રત્ન’ આદરણીય લતા મંગેશકરજીનું અવસાન અત્યંત દુખદ છે અને કલા જગત માટે અપુરતી ખોટ છે. ભગવાન શ્રી રામ મૃત આત્માને તેમના ચરણોમાં સ્થાન આપે અને શોકગ્રસ્ત પરિવારના સભ્યો અને તેમના અસંખ્ય ચાહકોને આ નુકસાન સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
લતા મંગેશકરનો જન્મ 28 સપ્ટેમ્બર 1929ના રોજ એક મધ્યમ વર્ગના મરાઠી પરિવારમાં થયો હતો. મધ્ય પ્રદેશના ઈન્દોર શહેરમાં જન્મેલા લતા પંડિત દીનાનાથ મંગેશકરની મોટી પુત્રી હતા. તેનું પહેલું નામ ‘હેમા’ હતું, પરંતુ જન્મના પાંચ વર્ષ પછી તેના માતા-પિતાએ તેનું નામ ‘લતા’ રાખ્યું હતું. લતા તેમના તમામ ભાઈ-બહેનોમાં સૌથી મોટા હતા. મીના, આશા, ઉષા અને હૃદયનાથ તેમના કરતા નાના હતા. તેમના પિતા થિયેટર કલાકાર અને ગાયક હતા અને તેઓ એક જાણીતું નામ હતું.
રાહુલ ગાંધીએ કહ્યું- તેમનો સુવર્ણ અવાજ અમર છે
રાહુલ ગાંધીએ કહ્યું, લતા મંગેશકરના નિધનના દુઃખદ સમાચાર મળ્યા. તે ઘણા દાયકાઓ સુધી ભારતનો સૌથી પ્રિય અવાજ રહ્યો. તેમનો સોનેરી અવાજ અમર છે અને તેમના ચાહકોના હૃદયમાં ગુંજતો રહેશે. તેમના પરિવાર, મિત્રો અને ચાહકો પ્રત્યે મારી સંવેદના.
આ પણ વાંચો :જાણો શ્વર કોકિલા લતા મંગેશકરનાં જીવનની કેટલીક ન સાંભળેલી અને રસપ્રદ વાતો
આ પણ વાંચો :સુર મહારાણી લતા મંગેશકરની બાળપણથી સંગીતના સફર સુધીની જીવનગાથા,જાણો
આ પણ વાંચો :દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નોંધાયા 1.07 લાખ નવા કેસ
