New Delhi News/ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વક્ફ (સુધારા) બિલને મંજૂરી આપી

બિલ બુધવારે મોડી રાત્રે લોકસભામાં પસાર થયું હતું જ્યારે રાજ્યસભામાં ગુરુવારે મોડી રાત્રે પસાર થયું હતું.

Top Stories India Breaking News

New Delhi News: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (President Doupadi Murmu)એ શનિવારે વક્ફ (સુધારા) બિલ (Waqf)ને પોતાની મંજૂરી આપી દીધી. આ સાથે, આ બિલ હવે કાયદા(Law)માં ફેરવાઈ ગયું છે. તમને જણાવી દઈએ કે આ બિલ આ અઠવાડિયે લોકસભા (Loksabha) અને રાજ્યસભા (Rajyasabha)માં પસાર થયું હતું. આ બિલ અંગે સરકારે દાવો કર્યો છે કે તે દેશના ગરીબ મુસ્લિમો અને આ સમુદાયની મહિલાઓની સ્થિતિ સુધારવામાં ઘણી મદદ કરશે. આ બિલ બુધવારે મોડી રાત્રે લોકસભામાં પસાર થયું હતું જ્યારે રાજ્યસભામાં ગુરુવારે મોડી રાત્રે પસાર થયું હતું. આ સાથે, સંસદે વકફ (સુધારા) બિલ, 2025 (Waqf Amendment Bill) અને મુસ્લિમ વકફ (રદ) બિલ, 2024 ને મંજૂરી આપી.

મુસ્લિમ પર્સનલ લો બોર્ડની જાહેરાત

બીજી તરફ, ઓલ ઈન્ડિયા મુસ્લિમ લો પર્સનલ બોર્ડે (All India Muslim Personal Law) વકફ સુધારા બિલ વિરુદ્ધ મોટી જાહેરાત કરી છે. બોર્ડનું કહેવું છે કે તે આવતા અઠવાડિયાથી આ બિલ વિરુદ્ધ દેશવ્યાપી આંદોલન શરૂ કરશે. આ માટે કોર્ટથી લઈને શેરીઓ સુધી લડાઈ લડવામાં આવશે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે કહ્યું કે તે વક્ફ સુધારા બિલ સામે કાનૂની લડાઈ અને શેરી લડાઈ બંને લડશે. આ માટે આવતા અઠવાડિયાથી દેશવ્યાપી ઝુંબેશ શરૂ કરવામાં આવશે. જિલ્લા સ્તરે વિરોધ કરીને ગૃહમંત્રી અને રાષ્ટ્રપતિને મેમોરેન્ડમ (Memorandum) મોકલવામાં આવશે.

બોર્ડે કહ્યું કે, આ ઝુંબેશ ‘વક્ફ બચાવો, બંધારણ બચાવો’ નામથી ચલાવવામાં આવશે. આ અંતર્ગત દિલ્હી, મુંબઈ, કોલકાતા, હૈદરાબાદ, બેંગલુરુ, વિજયવાડા, મલ્લપુરમ, પટના, રાંચી, માલેરકોટલા અને લખનૌ જેવા શહેરોમાં મોટા પ્રદર્શનો કરવામાં આવશે. તેની શરૂઆત દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતેના કાર્યક્રમથી થશે. તેનો પ્રથમ તબક્કાનો કાર્યક્રમ બકરી ઈદ સુધી ચાલુ રહેશે. બોર્ડે યુવાનોને આ પ્રદર્શનમાં વધુમાં વધુ સંખ્યામાં ભાગ લેવા અને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવા અપીલ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સરકારે નવા વકફ બિલને ઐતિહાસિક ગણાવ્યું, વિપક્ષે કહ્યું- સુપ્રીમ કોર્ટમાં જશે આ ગેરબંધારણીય બિલ

આ પણ વાંચો:વકફ સુધારા બિલને રાજ્યસભામાં મળી મંજૂરી! 128 મતોથી સરળતાથી પાસ થયું

આ પણ વાંચો:સરકાર અને વિપક્ષ વચ્ચે મોડી રાતની ચર્ચા પછી, લોકસભાએ વકફ બિલને મંજૂરી આપી; આજે રાજ્યસભામાં રજૂ કરશે