શ્રદ્ધાંજલિ / અક્ષય કુમારની માતાના નિધન પર PM મોદીએ મોકલ્યો શોક સંદેશ, અભિનેતાએ કહ્યું આવું….

પીએમ મોદીએ અક્ષય કુમારને પાઠવેલા પત્રમાં લખ્યું કે, ખુબ મહેનત અને સ્ટ્રગલ કર્યા પછી તમને સફળતા મળી છે. તમે એક મોટું નામ બનાવ્યું છે…

બોલીવૂડના એક્શન કિંગ કહેવાતા અને અભિનેતા અક્ષય કુમારના માતા અરુણા ભાટિયા તાજેતરમાં જ નિધન થયું છે. અક્ષય કુમારે પોતાની માતાના નિધન અંગે સોશિયલ મીડિયાના મારફતે જણાવ્યું હતું અને ત્યારબાદ અનેક કલાકારોએ તેઓના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ આ હવે પીએમ મોદી પણ અક્ષય કુમાર ની માતાના નિધન અંગે શોક વ્યક્ત કરતા એક પત્ર લખ્યો છે.

આ પણ વાંચો :મુનમુન દત્તા બાદ રાજ અનડકટે ઇન્સ્ટામાં પોસ્ટ કરી કહ્યું – આના લીધે મારા જીવન…

પીએમ મોદીએ અક્ષય કુમાર ને પાઠવેલા પત્રમાં લખ્યું કે, ખુબ મહેનત અને સ્ટ્રગલ કર્યા પછી તમને સફળતા મળી છે. તમે એક મોટું નામ બનાવ્યું છે અને પોતાની લગનથી ફેમસ થયા છો.એક અભિનેતાના નાતે અક્ષય કુમારે જે સફળતા હાંસલ કરી છે તે હંમેશા તેઓના માતાપિતાને ગર્વનો અનુભવ કરાવશે.

પીએમ મોદીએ પાઠવેલા પત્રને અક્ષય કુમારે સોશિયલ મીડિયામાં શેર કર્યો છે અને શેર કરતા વડાપ્રધાનનો આભાર માન્યો છે. અક્ષય મુકારે પત્ર શેર કરતા કેપ્શનમાં લખ્યું, “માતાના નિધન પછી મળેલા શોક સંદેશ માટે હું આભારી છું. માતાનો જન્મ પછી શોક સંદેશ માટે હું તેઓનો આભારી છું. મારા અને મેરી દિગવંત માતા – પિતા માટે સમય કાઢીને ભાવનાઓ વ્યક્ત કરવા માટે માનનીય વડાપ્રધાનનો હું આભારી છું. આ સુકુન આપનારા શબ્દો હંમેશાની માટે મારી સાથે રહેશે, જય અંબે”.

આ પણ વાંચો :જાણો કેમ, અકસ્માતમાં ઘાયલ થયેલા સાઈ ધરમ તેજ સામે નોંધાયો કેસ

આ પહેલા અક્ષય કુમારે માતાના નિધન પર લખ્યું હતું કે, “તેઓ મારા જીવનનો મહત્વનો ભાગ હતા. આજે મને ના સહાય એવું દુઃખ થઇ રહ્યું છે. મારી માતા શ્રીમતી અરુણા ભાટિયાએ આજે સવારે દુનિયાને અલવિદા ખી દીધી છે.

તેઓ આજે બીજી દુનિયામાં મારા પિતા સાથે ફરીથી મળી ગયા છે. હું તમારી દુઆઓનું સન્માન કરીશ, કારણ કે હું અને મારું પરિવાર મુશ્કેલી ભર્યા સમયથી ગુજરી રહ્યા છે. ઓમ શાંતિ.

આ પણ વાંચો : પાકિસ્તાનના સુપ્રસિદ્ધ કોમેડિયન ઉમર શરીફની તબિયત ગંભીર, પત્નીએ PMO ને કરી આ અપીલ

આ પણ વાંચો :શાહીર શેખ અને રૂચિકા કપૂરના ઘરે લક્ષ્મી પધાર્યા, રૂચિકાએ દીકરીને જન્મ આપ્યો


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment