New Delhi/ PM મોદીને આજે મળશે વધુ એક સન્માન, આ એવોર્ડથી નવાજવામાં આવશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે શુક્રવારે 5 માર્ચનાં રોજ એક મોટું સન્માન મેળવવા જઈ રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીને આજે સેરાવીક ગ્લોબલ એનર્જી અને એન્વાયર્નમેન્ટ લીડરશીપ એવોર્ડથી નવાજવામાં આવશે.

India
  • PM મોદીને સેરાવીક એવોર્ડથી નવાઝાશે
  • વૈશ્વિક ઉર્જા-પર્યાવરણ લીડરશીપનો અપાશે એવોર્ડ
  • વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી જોડાશે PM
  • PM મોદી કાર્યક્રમને વીસી દ્વારા કરશે સંબોધિત
  • PM મોદીને પ્રતિબદ્ધ નેતૃત્વ માટે અપાશે આ એવોર્ડ
  • 1983માં સેરાવીકની કરાઇ હતી સ્થાપના
  • દર વર્ષે માર્ચનાં હ્યૂસ્ટનમાં થાય છે સેરાવીકનું આયોજન
  • વૈશ્વિક ઉર્જા-પર્યાવરણ ક્ષેત્રે પ્રતિબદ્ધ નેતૃત્વ માટે અપાશે એવોર્ડ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે શુક્રવારે 5 માર્ચનાં રોજ એક મોટું સન્માન મેળવવા જઈ રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીને આજે સેરાવીક ગ્લોબલ એનર્જી અને એન્વાયર્નમેન્ટ લીડરશીપ એવોર્ડથી નવાજવામાં આવશે.

Earthquake / ન્યૂઝીલેન્ડમાં આવ્યો 8.1 ની તીવ્રતાનો ભૂકંપ, સતત આંચકા અનુભવાતા ભયનો માહોલ

પીએમ મોદીને મળવાનો આ એવોર્ડ એ કેમ્બ્રિજ એનર્જી રિસર્ચ એસોસિએટ્સ વીક (સેરાવીક) નો મહત્વપૂર્ણ એવોર્ડ છે. વડા પ્રધાન કાર્યાલયે આ અંગે માહિતી આપી છે. પીએમ નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા આ સન્માન સમારોહમાં ભાગ લેશે અને તેઓ આ કાર્યક્રમને સંબોધન કરશે. ગ્લોબલ એનર્જી અને એન્વાયર્નમેન્ટ લીડરશીપ એવોર્ડ વર્ષ 2016 માં શરૂ કરવામાં આવ્યો હતો. આ આંતરરાષ્ટ્રીય એવોર્ડ વૈશ્વિક ઉર્જા અને પર્યાવરણનાં ક્ષેત્રમાં પ્રતિબદ્ધ નેતૃત્વ માટે આપવામાં આવે છે. આપને જણાવી દઇએ કે, સેરાવીકની સ્થાપના 1983 માં ડોક્ટર ડેનિયલ યેર્ગિન દ્વારા કરવામાં આવી હતી. તેની સ્થાપના પછીથી, સેરાવીક દર વર્ષે માર્ચ મહિનામાં હ્યૂસ્ટનમાં યોજવામાં આવે છે. સેરાવીકની ગણતરી વિશ્વનાં સૌથી મોટા ઉર્જા મંચોમાં થાય છે.

Covid-19 / બ્રાઝિલમાં કોરોનાનાં કેસમાં વધારો, નવા કેસમાં US ને છોડ્યું પાછળ

કોરોના વાયરસ રોગચાળાને લીધે, આ વર્ષે ડિજિટલ રૂપે 1 થી 5 માર્ચ દરમિયાન આ આયોજન કરવામાં આવ્યું છે. આજે સેરાવીકનો અંતિમ દિવસ છે. સેરાવીક ગ્લોબલ એનર્જી એન્ડ એન્વાયર્નમેન્ટ લીડરશીપ એવોર્ડની સ્થાપના વર્ષ 2016 માં કરવામાં આવી હતી. આ સન્માન વૈશ્વિક ઉર્જા અને પર્યાવરણનાં ક્ષેત્રમાં કરવામાં આવતા સારા કામ માટે આપવામાં આવે છે. પીએમ મોદીને વર્ષ 2021 નાં એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. પીએમ મોદી ઉપરાંત આ કાર્યક્રમને યુ.એસ.નાં વિશેષ રાષ્ટ્રપતિ દૂત જોન કેરી, બ્રેકથ્રૂ એનર્જી બિલ ગેટ્સનાં સ્થાપક અને અમીન નાશેર, બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનનાં સહ-પ્રમુખ પણ સંબોધન કરશે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે….

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ