@ભાવેશ રાજપૂત, અમદાવાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસ ગુજરાત ના પ્રવાસે આવી રહ્યા છે. 30 ઓકટોબરના બપોર બાદ ગુજરાત આવી પહોંચશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીથી અમદાવાદ આવશે. અને અમદાવાદથી ચાર્ટરમાં કેવડિયા જશે. પીએમ મોદીના આમગનના પગલે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
Jamnagar / ભુમાફિયા જયેશ પટેલના સાગરીત એવા નિલેશ ટોલીયા & કમ્પનીને…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યક્રમ અંતર્ગત આવતી કાલે અમદાવાદ આવી રહ્યા છે. જેને લઈને અમદાવાદમાં સઘન પોલીસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમદાવાદમાં વડાપ્રધાનના આગમન ને લઈને ૩ જેસીપી, ૧૦ ડીસીપી, ૧૩ એસીપી, ૪૩ પીઆઈ, ૯૬ પીએસઆઈ બંદોબસ્ત માં ખડે પગે ઉભા રહેશે. ઉપરાંત ૧૬૫૫ જેટલા પોલીસ કોન્સ્ટેબલ પણ બંદોબસ્ત માં ઉભા રહેશે. સાથે ક્રાઇમ બ્રાન્ચ, બોમ્બ સ્કોર્ડ, ડોગ સ્કોર્ડ સહિત ની એજન્સી ઓ ની પણ ચાંપતી નજર રહેશે.
gujarat: પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું દુઃખદ નિધન…
અમદાવાદ રિવરફ્રન્ટ પર બે દિવસ મોર્નિંગ વોક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેમાં ચંદ્રનગરથી સરદાર બ્રિજ સુધી વોકિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. PMની સુરક્ષાના ભાગરૂપે આ પ્રતિબંધ લગાવાયો હોવાનું સામે આવ્યું છે.
World: ફ્રાંસ અને તુર્કીની લડાઇમાં ઘૂસ્યું પાકિસ્તાન, સંસદમાં લીધા…
