Not Set/ અહીં બને છે એવો પ્રસાદ જે દર વર્ષે પોતાનો જ રેકોર્ડ તોડે છે..જાણો કેમ..

બૈતુલના મુલતાઈ તાલુકાનું બરખિડા ગામ, અહી સ્થિત છે પ્રસિદ્ધ દેવતા પાંડરિયા બાબાનું ધામ.અહી દરવર્ષે આયોજીત થાય છે એક વિશાળ ભંડારો અહીં યોજાતું ભોજન દરવર્ષે એક નવો રેકોર્ડ બનાવે છે

India Lifestyle

ભોજનની વાત આવે તો આપણી પાસે લાં..બુ લચક લીસ્ટ તૈયાર જ હોય. કારણ કે ગમતા ના ગમતા ભોજનની વાત જ જુદી છે. પરંતુ આજે અહીં એવી વાત કરવા જઇ રહ્યાં છીએ જયાં ભોજનનો દરવર્ષે બને છે એક નવો રેકોર્ડે. જી હા, 10 ક્લિન્ટલથી પણ વધારે શાકભાજી અહીં ખાલી થઇ જાય છે.  એવો પ્રસાદ જ્યાં 15 ક્વિન્ટલથી વધારે ખીર થોડા જ કલાકોમાં શ્રદ્ધાળુઓને વહેંચવામાં આવે છે. આ ગામ છે બૈતુલના મુલતાઈ તાલુકાનું બરખિડા ગામ..અહી સ્થિત છે પ્રસિદ્ધ દેવતા પાંડરિયા બાબાનું ધામ.અહી દરવર્ષે આયોજીત થાય છે એક વિશાળ ભંડારો. અહીં યોજાતું ભોજન દરવર્ષે એક નવો રેકોર્ડ બનાવે છે.  લગભગ પાંચથી છ કલાકમાં જ અહી 60 ટ્રોલીથી વધારે પુરી ખાલી થઈ જાય છે. દર વર્ષે પાંડરિયા બાબાના સન્માનમાં આયોજીત થતા આ ભંડારામાં પ્રસાદી કિલોના હિસાબમાં નહી પરંતુ ટન હિસાબથી બનાવવામાં આવે છે. પુરી બનાવી ટ્રેક્ટર ટ્રોલીમાં રાખવામાં આવે છે તો 20થી 30  મોટા તપેલામાં શાકભાજી બનાવવામાં આવે છે.

આ ભંડારાનું આયોજન 25 જેટલા ગામ એક સાથે મળીને કરે છે. અહી પ્રસાદ બનાવવ જે પણ ખાદ્ય સામગ્રી જરુરિયાત હોય છે. શાકભાજી હોય અથવા તો અનાજ કે અન્ય ચીજવસ્તુ જનસહયોગથી એકત્ર કરવામાં આવે છે. ભંડારાના બે દિવસ પહેલાથી જ પ્રસાદ બનાવવાનું કામ શરુ કરવામાં આવે છે. કહેવાય છે કે પાંડરિયા બાબાને જિલ્લાના તમામ ગ્રામ દેવતાઓમાં સૌથી મોટા માનવામાં આવે છે જેના કારણે તેમના સન્માનમાં વધારેમાં વધારે લોકોને પ્રસાદ આપવાની પરંપરા સદીઓથી ચાલતી આવે છે.  સૌથી મહત્વની વાત એ છે કે દરવર્ષે  ગતવર્ષ કરતાં પ્રસાદ વધારે બનાવવામાં આવે છે. છતાં પણ આજદિન  સુધી પોતાનો જ રેકોર્ડ આ ગામ તોડી શક્યું નથી. દર વર્ષે વધારે પ્રસાદ બનાવવા છતાં પણ ભાવિકો વધે છે અને પ્રસાદ પુર્ણ થઇ જાય છે.

કહેવાય છે કે આ ગામમાં બનતા પ્રસાદનો એક પણ દાણો આજ સુધી વેસ્ટ નથી ગયો. દર વર્ષે ભોજનની માત્રા વધે છે સામે ભાવિકોની પણ લાંબી કતાર લાગે છે.  બૈતુલના મુલતાઈમાં આયોજતિ થતું આ ભોજન ના માત્ર અનોખું જ નથી પરંતુ વિસ્તારના લોકોને એક સુત્રમાં પણ બાંધે છે એટલું  જ નહી આ આયોજનથી જોડાયેલા 25 જેટલા ગામડાઓની એક્તાનું પણ પ્રતિક છે .