Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Political/ રાહુલ ગાંધીએ ટ્વિટર પર પક્ષપાતનો મુક્યો આરોપ, કહ્યુ- પરિણામો ભોગવવા પડશે

કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર પોતાના એકાઉન્ટ અને પાર્ટીનાં તમામ એકાઉન્ટને લોક માર્યા બાદ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે એક વીડિયો નિવેદન જારી કરતા કહ્યું કે, ટ્વિટર એક કંપની તરીકે દેશની રાજનીતિ નક્કી કરવાનું કામ કરી રહ્યું છે.

August 13, 2021August 14, 2021hardik shah
Top Stories India

કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર પોતાના એકાઉન્ટ અને પાર્ટીનાં તમામ એકાઉન્ટને લોક માર્યા બાદ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે એક વીડિયો નિવેદન જારી કરતા કહ્યું કે, ટ્વિટર એક કંપની તરીકે દેશની રાજનીતિ નક્કી કરવાનું કામ કરી રહ્યું છે. આ દેશનાં લોકશાહી માળખા પર હુમલો છે. તેમણે કહ્યું કે મારું ટ્વિટર બંધ કરીને તેઓ અમારી રાજકીય પ્રક્રિયામાં દખલ કરી રહ્યા છે. અમારી રાજનીતિને વ્યાખ્યાયિત કરવા માટે એક કંપની તેનો વ્યવસાય કરે છે. એક રાજકારણી તરીકે, મને તે પસંદ નથી. તેના પરિણામો તેણે ભોગવવા પડશે.

આ પણ વાંચો – તાલિબાનની બર્બરતા / તાલિબાનીઓ જબરદસ્તી છોકરીઓ સાથે લગ્ન કરી રહ્યા છે, ઘણી છોકરીઓ ઘર છોડીને સલામત સ્થળે ભાગી રહી છે

રાજધાનીમાં એક સગીર બાળકી પર દુષ્કર્મનાં કેસમાં રાજકારણ ચાલુ થઇ ગયુ છે. થોડા દિવસો પહેલા કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી પીડિત પરિવારને મળ્યા હતા. ટ્વિટર પર તેનો ફોટો પણ શેર કર્યો છે. જે બાદ ટ્વિટરે પણ કાર્યવાહી કરી અને તેમનું એકાઉન્ટ બ્લોક કરી દીધું છે. જેના કારણે કોંગ્રેસ મોદી સરકાર પર આક્રમક છે. વળી, આ ઉપરાંત ટ્વિટર પર દબાણ લાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જેથી વિપક્ષને શાંત કરી શકાય. હવે આ મામલે રાહુલ ગાંધીનું નિવેદન પણ સામે આવ્યું છે, જેમણે ટ્વિટરને પક્ષપાતી ગણાવ્યું હતું. રાહુલે કહ્યું કે, એક કંપની (ટ્વિટર) આપણી રાજનીતિને વ્યાખ્યાયિત કરવા માટે પોતાનો વ્યવસાય કરી રહી છે. એક રાજકારણી તરીકે, મને તે પસંદ નથી. તેમની સામે કરવામાં આવેલી કાર્યવાહી દેશનાં લોકશાહી માળખા પર હુમલો છે. તેમણે વધુમાં કહ્યું કે ટ્વિટર પર તેમના 19-20 મિલિયન ફોલોઅર્સ છે. આ માત્ર રાહુલ ગાંધી પર હુમલો નથી, પરંતુ ટ્વિટર તેમને અનુસરનારા દરેકને અભિપ્રાયથી વંચિત રાખવા માંગે છે.

I've 19-20 mn followers,you're denying them right to an opinion. It's not only patently unfair but also breaching the idea that Twitter is a neutral platform. For investors, it's a very dangerous thing. Taking sides in political context has repercussions for Twitter: Rahul Gandhi

— ANI (@ANI) August 13, 2021

આ પણ વાંચો – OMG! / ગુજરાતના આ મંદિર જ્યાં પ્રાચીન કાળી માટીના માટલાંમાં 600 વર્ષથી એવુંને એવું ઘી સચવાયેલું છે, દુર્ગંધ કે જીવાત પણ પડતી નથી

રાહુલનાં મતે, આ સ્પષ્ટ રીતે અયોગ્ય જ નહી, પરંતુ તે ટ્વિટર એક સ્વતંત્ર પ્લેટફોર્મ છે તે વિચારનું પણ ઉલ્લંઘન કરે છે. રોકાણકારો માટે આ ખૂબ જ ખતરનાક બાબત છે. ટ્વિટર રાજકીય સંદર્ભમાં પક્ષ લઈ રહ્યું છે, તેની ખૂબ જ ખરાબ અસર પડશે. સાંસદે કહ્યું કે, લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે, અમને સંસદમાં બોલવાની મંજૂરી નથી, મીડિયાને નિયંત્રિત કરવામાં આવે છે. તેમને લાગ્યું હતુ કે તે ખુલ્લા મને ટ્વિટર પર પોતાના વિચારો લખી શકે છે, પરંતુ તેમાં મર્યાદાઓ હતી. ટ્વિટર પક્ષપાતી છે અને સરકાર જે ઈચ્છે છે તે કરે છે. ગુરુવારે કોંગ્રેસ અને તેના ઘણા વરિષ્ઠ નેતાઓનાં ટ્વિટર એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા હતા. જેનો વિરોધ કરવા માટે કોંગ્રેસનાં નેતાઓ અને સમર્થકો હૈશટેગ ‘મેં ભી રાહુલ’ સાથે ટ્વીટ કરી રહ્યા છે. પ્રિયંકા ગાંધી સહિત ઘણા નેતાઓએ રાહુલની તસવીર પ્રોફાઇલ પિક્ચરમાં મૂકી છે. યુથ કોંગ્રેસ અધ્યક્ષ શ્રીનિવાસ બીવીએ પોતાના ટ્વિટર હેન્ડલનું નામ બદલીને રાહુલ ગાંધી કરી દીધું છે.

Post navigation

ધરપકડનો સિલસિલો યથાવત, ક્રાઈમ બ્રાન્ચે રાજ કુંદ્રાની કંપનીના ડિરેક્ટરની ધરપકડ
અભિષેક બચ્ચનને વેચવો પડ્યો પોતાનો એપાર્ટમેન્ટ, જાણો શુ છે કારણ

More Posts

Semi Conductors hub/ આજે ધોલેરા અને સાણંદમાં પીએમ સેમિકંડક્ટર પ્લાન્ટ્સનું ઉદઘાટન કરશે

March 13, 2024March 13, 2024jani

India/ ભારતે પ્રથમ લોકડાઉન લાગુ કર્યું હોવાથી કોરોના ચેપના કેસમાં ઘટાડો: પીએમ મોદી

October 19, 2020October 19, 2020padma prajay
Ethanol Blended Petrol:પેટ્રોલના ભાવમાં મળશે રાહત?

New Delhi/ પેટ્રોલ થશે સસ્તું? ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી હટાવવાનો સરકારનો મોટો નિર્ણય

June 11, 2026June 11, 2026Maya Sindhav

Not Set/ ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતી બહેનોએ રક્ષાબંધનની કરી અનોખી ઉજવણી

August 26, 2018August 27, 2018Nirmal Acharya

નિધન/ બહુચર્ચિત ભંવરી કેસના મુખ્ય આરોપી અને પૂર્વ મંત્રી મહિપાલ મદેરણાનું અવસાન,કેન્સરથી પીડિત હતા

October 17, 2021mustak malik

કૃષિ આંદોલન/ મને અને જયંત ચૌધરીને ખબર છે કે લાકડીઓ ક્યારે અને ક્યાં ચલાવવી : અખિલેશ યાદવ

March 20, 2021padma prajay
કેશવ પ્રસાદ

પ્રહાર/ અખિલેશ યાદવ અત્યાર સુધીના સૌથી નિષ્ફળ મુખ્યમંત્રી, વિકાસમાં સૌથી મોટો અવરોધઃ કેશવ પ્રસાદ મૌર્ય

January 23, 2022January 23, 2022Maya Sindhav

surat crime/ સુરતના કડોદરામાં તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી

March 24, 2024Komal Patel

Uttar Pradesh News:/ ઉત્તર પ્રદેશમાં પોલીસ અને બળાત્કારના આરોપીઓ વચ્ચે એન્કાઉન્ટર

May 28, 2025May 28, 2025Komal Patel

Not Set/ #Coronavirus/ આજે મુખ્યમંત્રીઓ સાથે PM મોદીની ખાસ બેઠક, લોકડાઉનનો મુદ્દો રહેશે ખાસ

April 27, 2020mansi patel
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy