Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Political/ રાહુલ ગાંધીએ ટ્વિટર પર પક્ષપાતનો મુક્યો આરોપ, કહ્યુ- પરિણામો ભોગવવા પડશે

કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર પોતાના એકાઉન્ટ અને પાર્ટીનાં તમામ એકાઉન્ટને લોક માર્યા બાદ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે એક વીડિયો નિવેદન જારી કરતા કહ્યું કે, ટ્વિટર એક કંપની તરીકે દેશની રાજનીતિ નક્કી કરવાનું કામ કરી રહ્યું છે.

August 13, 2021August 14, 2021hardik shah
Top Stories India

કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર પોતાના એકાઉન્ટ અને પાર્ટીનાં તમામ એકાઉન્ટને લોક માર્યા બાદ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે એક વીડિયો નિવેદન જારી કરતા કહ્યું કે, ટ્વિટર એક કંપની તરીકે દેશની રાજનીતિ નક્કી કરવાનું કામ કરી રહ્યું છે. આ દેશનાં લોકશાહી માળખા પર હુમલો છે. તેમણે કહ્યું કે મારું ટ્વિટર બંધ કરીને તેઓ અમારી રાજકીય પ્રક્રિયામાં દખલ કરી રહ્યા છે. અમારી રાજનીતિને વ્યાખ્યાયિત કરવા માટે એક કંપની તેનો વ્યવસાય કરે છે. એક રાજકારણી તરીકે, મને તે પસંદ નથી. તેના પરિણામો તેણે ભોગવવા પડશે.

આ પણ વાંચો – તાલિબાનની બર્બરતા / તાલિબાનીઓ જબરદસ્તી છોકરીઓ સાથે લગ્ન કરી રહ્યા છે, ઘણી છોકરીઓ ઘર છોડીને સલામત સ્થળે ભાગી રહી છે

રાજધાનીમાં એક સગીર બાળકી પર દુષ્કર્મનાં કેસમાં રાજકારણ ચાલુ થઇ ગયુ છે. થોડા દિવસો પહેલા કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી પીડિત પરિવારને મળ્યા હતા. ટ્વિટર પર તેનો ફોટો પણ શેર કર્યો છે. જે બાદ ટ્વિટરે પણ કાર્યવાહી કરી અને તેમનું એકાઉન્ટ બ્લોક કરી દીધું છે. જેના કારણે કોંગ્રેસ મોદી સરકાર પર આક્રમક છે. વળી, આ ઉપરાંત ટ્વિટર પર દબાણ લાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જેથી વિપક્ષને શાંત કરી શકાય. હવે આ મામલે રાહુલ ગાંધીનું નિવેદન પણ સામે આવ્યું છે, જેમણે ટ્વિટરને પક્ષપાતી ગણાવ્યું હતું. રાહુલે કહ્યું કે, એક કંપની (ટ્વિટર) આપણી રાજનીતિને વ્યાખ્યાયિત કરવા માટે પોતાનો વ્યવસાય કરી રહી છે. એક રાજકારણી તરીકે, મને તે પસંદ નથી. તેમની સામે કરવામાં આવેલી કાર્યવાહી દેશનાં લોકશાહી માળખા પર હુમલો છે. તેમણે વધુમાં કહ્યું કે ટ્વિટર પર તેમના 19-20 મિલિયન ફોલોઅર્સ છે. આ માત્ર રાહુલ ગાંધી પર હુમલો નથી, પરંતુ ટ્વિટર તેમને અનુસરનારા દરેકને અભિપ્રાયથી વંચિત રાખવા માંગે છે.

I've 19-20 mn followers,you're denying them right to an opinion. It's not only patently unfair but also breaching the idea that Twitter is a neutral platform. For investors, it's a very dangerous thing. Taking sides in political context has repercussions for Twitter: Rahul Gandhi

— ANI (@ANI) August 13, 2021

આ પણ વાંચો – OMG! / ગુજરાતના આ મંદિર જ્યાં પ્રાચીન કાળી માટીના માટલાંમાં 600 વર્ષથી એવુંને એવું ઘી સચવાયેલું છે, દુર્ગંધ કે જીવાત પણ પડતી નથી

રાહુલનાં મતે, આ સ્પષ્ટ રીતે અયોગ્ય જ નહી, પરંતુ તે ટ્વિટર એક સ્વતંત્ર પ્લેટફોર્મ છે તે વિચારનું પણ ઉલ્લંઘન કરે છે. રોકાણકારો માટે આ ખૂબ જ ખતરનાક બાબત છે. ટ્વિટર રાજકીય સંદર્ભમાં પક્ષ લઈ રહ્યું છે, તેની ખૂબ જ ખરાબ અસર પડશે. સાંસદે કહ્યું કે, લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે, અમને સંસદમાં બોલવાની મંજૂરી નથી, મીડિયાને નિયંત્રિત કરવામાં આવે છે. તેમને લાગ્યું હતુ કે તે ખુલ્લા મને ટ્વિટર પર પોતાના વિચારો લખી શકે છે, પરંતુ તેમાં મર્યાદાઓ હતી. ટ્વિટર પક્ષપાતી છે અને સરકાર જે ઈચ્છે છે તે કરે છે. ગુરુવારે કોંગ્રેસ અને તેના ઘણા વરિષ્ઠ નેતાઓનાં ટ્વિટર એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા હતા. જેનો વિરોધ કરવા માટે કોંગ્રેસનાં નેતાઓ અને સમર્થકો હૈશટેગ ‘મેં ભી રાહુલ’ સાથે ટ્વીટ કરી રહ્યા છે. પ્રિયંકા ગાંધી સહિત ઘણા નેતાઓએ રાહુલની તસવીર પ્રોફાઇલ પિક્ચરમાં મૂકી છે. યુથ કોંગ્રેસ અધ્યક્ષ શ્રીનિવાસ બીવીએ પોતાના ટ્વિટર હેન્ડલનું નામ બદલીને રાહુલ ગાંધી કરી દીધું છે.

Post navigation

ધરપકડનો સિલસિલો યથાવત, ક્રાઈમ બ્રાન્ચે રાજ કુંદ્રાની કંપનીના ડિરેક્ટરની ધરપકડ
અભિષેક બચ્ચનને વેચવો પડ્યો પોતાનો એપાર્ટમેન્ટ, જાણો શુ છે કારણ

More Posts

Not Set/ આપ ની બાગી ધારાસભ્ય અલકા લાંબાએ સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત,જોડાઈ શકે છે કૉંગ્રેસમાં

September 3, 2019September 3, 2019Maya Sindhav

મોચા વાવાઝોડું/ વાવાઝોડું મોચા વધુ તીવ્ર બન્યુંઃ પ્રતિ કલાક 250 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી

May 14, 2023jani
ફ્લાઈટમાં

OMG!/ આકાશમાં ઉડતા વિમાનમાં એક વ્યક્તિ અચાનક થઈ ગયો પાગલ, લાત વડે બારીના કાચ તોડવા લાગ્યો અને…

September 19, 2022Maya Sindhav

Delhi News/ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 78માં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રને સંબોધન કરશે

August 14, 2024August 14, 2024Heena Dave
દિવાળી યુનેસ્કોની વારસા યાદીમાં સામેલ થઈ શકે

india news/ દિવાળી યુનેસ્કોની વારસા યાદીમાં સામેલ થઈ શકે, દિલ્હીમાં સત્ર બાદ ટૂંક સમયમાં નિર્ણય

December 9, 2025December 9, 2025Pansara Shruti

Free rationing/ ફ્રી રાશન યોજના જૂન 2024 સુધી લંબાઈ શકે છે, તમે તેનો લાભ કેવી રીતે લઈ શકો છો?

August 29, 2023jani

Not Set/ સિંધિયાએ ફરી સાધ્યું કમલનાથ પર નિશાન, શિવરાજસિંહ ચૌહાણના કર્યા વખાણ

July 15, 2020Bhavesh Vyas

Gujarat Weather/ ગુજરાતમાં તાપમાનમાં વધારો, ઠંડીનું પ્રમાણ ઘટ્યું

February 17, 2025February 17, 2025Komal Patel

Arvindkejrival/ તિહાર જેલમાં અરવિંદ કેજરીવાલની દીનચર્યા, સાવરણીથી ‘સેલ’ સાફ કરવાની કરે છે શરૂઆત

April 3, 2024April 3, 2024Heena Dave
Rajkot Epidemic Viral Fever Cases

Rajkot News/ રાજકોટમાં મિશ્ર ઋતુમાં રોગચાળો વકર્યો, તાવ-શરદીના કેસમાં મોટો વધારો

June 1, 2026Kinjal Pradipkumar Patel
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy