Bollywood/ અભિષેક બચ્ચનને વેચવો પડ્યો પોતાનો એપાર્ટમેન્ટ, જાણો શુ છે કારણ

અભિષેક બચ્ચનની તાજેતરમાં રિલીઝ થયેલી ‘બિગ બુલ’ મોટી હિટ બની છે, લોકોને ફિલ્મમાં અભિષેકની એક્ટિંગ ગમી છે. હાલમાં, જુનિયર બચ્ચન વિશે…

Entertainment
એપાર્ટમેન્ટ

બચ્ચન પરિવાર બોલિવૂડમાં અલગ સ્ટેટસ ધરાવે છે. લાખો લોકો બિગ-બી એટલે કે અમિતાભ બચ્ચનના અભિનયના દિવાના છે, જ્યારે તેમના પુત્ર અભિષેક બચ્ચને પણ ફિલ્મોમાં પોતાની છાપ છોડી છે. અભિષેક બચ્ચનની તાજેતરમાં રિલીઝ થયેલી ‘બિગ બુલ’ મોટી હિટ બની છે, લોકોને ફિલ્મમાં અભિષેકની એક્ટિંગ ગમી છે. હાલમાં, જુનિયર બચ્ચન વિશે જે સમાચાર આવી રહ્યા છે તે તમને આશ્ચર્યચકિત કરી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર અભિષેક બચ્ચને મુંબઈમાં પોતાનું એપાર્ટમેન્ટ વેચી દીધું છે. આ સમાચાર મીડિયામાં છવાયેલા છે.

આ પણ વાંચો : ધરપકડનો સિલસિલો યથાવત, ક્રાઈમ બ્રાન્ચે રાજ કુંદ્રાની કંપનીના ડિરેક્ટરની ધરપકડ

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયે મુંબઈ સ્થિત પોતાના કરોડોની કિંમતના એક અપાર્ટમેન્ટને વેચી દીધુ છે. જેની કિંમત હાલમાં ચર્ચાનો વિષય બનેલી છે. એક મીડિયા રિપોર્ટ મુજબ ખુદ કરોડોના ઘરમાં રહેતા અભિષેક બચ્ચને મુંબઈના વર્લી એરિયાના પોતાના આલીશાન અપાર્ટમેન્ટ કે જે ઑબેરૉય 360 વેસ્ટ ટાવર્સના 37માં માળે છે તેને 45.75 કરોડની કિંમતે વેચી દીધુ છે.

https://www.instagram.com/p/CHDbiCSrzZi/?utm_source=ig_web_copy_link

આ અપાર્ટમેન્ટ અભિષેક બચ્ચને વર્ષ 2014માં 41 કરોડની કિંમતે ખરીદ્યુ હતુ. વધુ ફાયદો ન જોઈને 4 કરોડના ફાયદા સાથે અભિષેક બચ્ચને આ ઘરને વેચી દીધુ છે. આ બિલ્ડિંગમાં અભિષેક બચ્ચન ઉપરાંત અક્ષય કુમાર અને શાહિદ કપૂરના પણ ફ્લેટ છે. આ આલીશાન ઘરની કિંમત 45 કરોડ હોવા સાથે તે મુંબઈના એક પૉશ વિસ્તારમાં આવેલુ છે. આ ફ્લેટ 7527 સ્કવેર ફૂટનુ છે. આ બિલ્ડીમાં શાહિદ કપૂરનો ફ્લેટ 56 કરોડ અને અક્ષય કુમારનો ફ્લેટ 52 કરોડનો છે.

આ પણ વાંચો :દેશ આઝાદ થવાની સાંજે જ રિલીઝ થઈ હતી આ ફિલ્મો, મુવીના સુપરહિટ સોન્ગ હજી પણ ગાય છે લોકો

બોલીવૂડ એક્ટર્સના મોટાભાગે ઘર ખરીદવાના સમાચાર સામે આવતા હોય છે. તાજેતરમાં જ રાની મુખર્જીએ એક નવો એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. હવે એવા સમાચાર સામે આવ્યા છે કે એક્ટર અભિષેક બચ્ચને મુંબઈમાં પોતના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટને વેચી દીધો છે. અભિષેક બચ્ચને તેના એપાર્ટમેન્ટને 45.75 કરોડ રૂપિયામાં વેચ્યો છે. આપને જણાવી દઈએ કે, અભિષેક બચ્ચન તેની પત્ની એશ્વર્યા રાય બચ્ચન અને દિકરી આરાધ્યા બચ્ચન સાથે મુંબઈમાં બચ્ચન પરિવારના ઘર જલસામાં રહે છે.

આપને જણાવી દઈએ કે, આ વર્ષે મે મહિનામાં અમિતાભ બચ્ચને એક ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ પણ ખરીદ્યો હતો. એક પ્રોપર્ટી વેબસાઈટના જણાવ્યા મુજબ, અમિતાભ બચ્ચને અંધેરી વિસ્તારમાં નિર્માણધીન એટલાન્ટિસ પ્રોજેક્ટમાં 5184 વર્ગ ફૂટનો ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. જેની કિંમત 31 કરોડ રૂપિયા છે. આ ડીલ ગયા વર્ષે ડિસેમ્બર 2020માં થઈ હતી.

આ પણ વાંચો : નાના દીકરાના નામ પર વિવાદ વધતા કરીના કપૂરે તોડ્યું મૌન, જાણો શું કહ્યું…

અભિષેક બચ્ચનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેતા છેલ્લે ફિલ્મ ‘ધ બિગ બુલ’માં જોવા મળ્યા હતા. સ્ટૉક બ્રોકર હર્ષદ મહેતાના જીવન પર આધારિત આ ફિલ્મ માટે અભિષેક બચ્ચનની પણ પ્રશંસા કરવામાં આવી હતી.  હવે અભિષેક બચ્ચન નિમ્રત કૌર સાથે ફિલ્મ ‘દસવી’ અને ચિત્રાંગદા સેન સાથે ફિલ્મ ‘બોબ બિશ્વાસ’ માં જોવા મળશે.

આ પણ વાંચો :ભારતી સિંહની બહેન તેના જેવી લાગે છે,ફોટા જોઈને તમે માથું ખંજવાળશો