Tamilnadu/ તામિલનાડુની ત્રણ દિવસીય મુલાકાતે પહોંચ્યા રાહુલ ગાંધી, કહ્યું – મોદી સરકાર સામે…

વડા પ્રધાન પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે શ્રી નરેન્દ્ર મોદીને તમિળનાડુની સંસ્કૃતિ, ભાષા અને લોકો પ્રત્યે કોઈ આદર નથી. તે વિચારે છે કે તમિળ લોકો, ભાષા અને સંસ્કૃતિ તેમના વિચારો અને સંસ્કૃતિને આધિન હોવા જોઈએ.

Top Stories India

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમની ત્રણ દિવસીય યાત્રા પર તામિલનાડુના કોયમ્બટૂર પહોંચ્યા છે. આ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો દ્વારા રાહુલ ગાંધીનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું. રાહુલ ગાંધીએ રોડ શો દરમિયાન ઉપસ્થિત લોકોને સંબોધન કર્યું.

વડા પ્રધાન પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે શ્રી નરેન્દ્ર મોદીને તમિળનાડુની સંસ્કૃતિ, ભાષા અને લોકો પ્રત્યે કોઈ આદર નથી. તે વિચારે છે કે તમિળ લોકો, ભાષા અને સંસ્કૃતિ તેમના વિચારો અને સંસ્કૃતિને આધિન હોવા જોઈએ.

આ અગાઉ રાહુલ ગાંધીએ એક ટ્વિટ દ્વારા વડા પ્રધાન મોદી પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે ટ્વીટ કરીને વીડિયો શેર પણ કર્યો છે. તેમણે કહ્યું કે અમે મળીને મોદી સરકાર સામે લડશું. ટ્વિટર પર એક વીડિયો શેર કરતાં રાહુલ ગાંધીએ લખ્યું કે, ફરી એક વાર તામિલનાડુમાં આવીને મને ખૂબ આનંદ થયો. મને કોંગુ બેલ્ટના તમિલ ભાઈઓ અને બહેનો સાથે સમય પસાર કરવાની તક મળી. સાથે મળીને અમે મોદી સરકારના આક્રમણથી તમિળનાડુની સંસ્કૃતિનું રક્ષણ કરીશું.

 

તામિલનાડુ પહોંચતાની સાથે જ રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીના રોડ શોમાં હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…