કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ બિહારની ચૂંટણીમાં હાર બાદ લીડરશીપ અંગેનાં પ્રશ્નો વચ્ચે બિહારમાં ગુનાની ઘટનાઓને લઈને નીતીશ સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ બિહારનાં વૈશાલી જિલ્લામાં એક યુવતીને કેરોસીન નાખીને જીવતી સળગાવી નાખવાની ઘટના અંગે નીતિશ સરકારને ઘેરી લીધી છે
છોકરીઓ માટે યુપી બન્યુ શ્રાંપ, હત્યા કરી બે બહેનોનાં શવને તળાવમાં ફેંકાયા
રાહુલ ગાંધીએ કહ્યું કે, આ મામલો ચૂંટણીનાં લાભ માટે છુપાવવામાં આવ્યો હતો જેથી કુશાસન પર સુશાસનનો પાયો લગાવી શકાય. નોંધપાત્ર વાત એ છે કે વૈશાલી જિલ્લામાં છેડતીનો પ્રતિકાર કરવા પર જીવતી સળગાવવામાં આવેલી 20 વર્ષીય મુસ્લિમ યુવતીનું સારવાર દરમિયાન સોમવારે પટનાનાં પીએમસીએચમાં મોત નીપજ્યું હતું. 15 દિવસ પહેલા આરોપીએ યુવતીને કેરોસીન તેલ નાંખીને જીવતી સળગાવી દીધી હતી.
બેટિંગ છોડી ટોયલેટ કરવા ચાલ્યો ગયો મોહમ્મદ હાફીઝ, વીડિયો વાયરલ
વૈશાલી જિલ્લાની ઘટનાનાં સમાચાર શેર કરતા રાહુલ ગાંધીએ લખ્યું કે, ‘કોનો ગુનો વધુ ખતરનાક છે- જેણે આ અમાનવીય કાર્ય કર્યું? અથવા ચૂંટણીનાં લાભ માટે તેને છુપાવવામાં આવ્યુ, જેથી આ કુશાસન પર પોતાના જુઠ્ઠા ‘સુશાસન’ નો પાયો નાખવામાં આવે?’ આપને જણાવી દઇએ કે, સોશિયલ મીડિયા પર પણ લોકો આ મામલે નીતિશ સરકારને ઘેરી રહ્યા છે. આ મામલો 30 ઓક્ટોબરનો છે, જ્યારે બિહારમાં પ્રથમ તબક્કાનું મતદાન યોજાયું હતું.
