સાક્ષીની હત્યાને લઈને દિલ્હીમાં કોહરામ મચેલો જોવા મળી રહ્યો છે. દરમિયાન, હવે રાષ્ટ્રીય રાજધાનીમાં વધુ એક છોકરીનો મૃતદેહ મળી આવ્યો છે. મજનુ કા ટીલા વિસ્તારના અરુણ નગર સ્થિત એક બિલ્ડિંગના ત્રીજા માળે મનીષા છેત્રી નામની 22 વર્ષની યુવતીની લોહીથી લથપથ લાશ મળી આવી હતી. આ સિવાય મનીષાના મૃતદેહ પાસે અન્ય એક મહિલા પણ પડી હોવાનું જાણવા મળ્યું છે. આ 36 વર્ષની મહિલાનું નામ સપના જણાવવામાં આવી રહ્યું છે. તેણીએ પોલીસને જણાવ્યું કે તે ઘરના ટેરેસ પર હતી. મળતી માહિતી મુજબ ફોરેન્સિક લેબોરેટરીની ટીમ અને ક્રાઈમ ટીમને સ્થળ પર બોલાવવામાં આવી છે અને સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
આ પહેલા સાક્ષી મર્ડર કેસને લઈને દિલ્હીમાં ભારે હોબાળો થયો હતો. શાહબાદ ડેરી વિસ્તારમાં 16 વર્ષીય સાક્ષીની 20 વર્ષીય સાહિલ દ્વારા ઘણા ચાકુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી અને પછી તેનું માથું પથ્થરથી કચડી નાખ્યું હતું. આ ભયાનક હત્યાકાંડનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં સાહિલની ક્રૂરતા જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. સાક્ષીની હત્યા કરીને સાહિલ ફરાર થઈ ગયો હતો. પોલીસે તેને ઉત્તર પ્રદેશના બુલંદશહેરથી પકડી પાડ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે સાક્ષી પર 21 વખત ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો હતો.
દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે આ ઘટના પર કહ્યું હતું કે 16 વર્ષની ગુડિયાનો શું વાંક હતો, જેને આ રીતે રસ્તા પર નિર્દયતાથી મારવામાં આવી? દિલ્હીમાં પોલીસ અને કાયદાનો કોઈને ડર નથી. જો આજે કંઈ નહીં કરવામાં આવે તો ક્રૂરતાની તમામ હદો વટાવતા રહેશે. દરમિયાન, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને અન્ય આમ આદમી પાર્ટી (AAP) નેતાઓએ લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેના પર હુમલો કરતા કહ્યું કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી તેમની છે. તે જ સમયે, ભારતીય જનતા પાર્ટી (BJP)ના દિલ્હી યુનિટે દાવો કર્યો હતો કે તે ‘લવ જેહાદ’નો મામલો છે.
આ પણ વાંચો: ” દરેક નિર્ણય લોકોના જીવનને સુધારવા માટે લીધો…”: ભાજપ સરકારના 9 વર્ષ પર પીએમ મોદીનું ટ્વિટ
આ પણ વાંચો:દિલ્હીની ટીનેજરની ક્રૂર હત્યા કરનારા બોયફ્રેન્ડને કોઈ પસ્તાવો નથી
આ પણ વાંચો:સાક્ષીના હત્યારેને આપો ફાંસી, સુરતમાં ABVP દ્વારા પૂતળા દહન કરાઈ માગ
આ પણ વાંચો:ગુજરાતમાં એક સાથે 47 PIની કરવામાં આવી બદલી,જુઓ લિસ્ટ

