Ahmedabad News/ અમદાવાદમાં ટ્રાફિક પોલીસની વિશેષ ડ્રાઈવ, 15 દિવસમાં વસૂલ્યો લગભગ ત્રણ કરોડની દંડ

અમદાવાદમાં ટ્રાફિક પોલીસની ડ્રાઇવમાં છેલ્લા પખવાડિયામાં લગભગ ત્રણ કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે. તેમા પણ હેલ્મેટ ન પહેરનારાઓ પાસેથી તો એક કરોડ કરતાં પણ વધુ દંડ વસૂલવામાં આવ્યો છે.

Top Stories Gujarat Surat Breaking News
Traffic Policeની અમદાવાદમાં ડ્રાઇવ, 3 કરોડનો દંડ વસૂલાયો

Ahmedabad News: અમદાવાદમાં ટ્રાફિક પોલીસે (Traffic Police) ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓ સામે ખાસ ડ્રાઇવ શરૂ કરી છે. તેના હેઠળ 15 જ દિવસમાં લગભગ ત્રણ કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. તેમા ખાસ કરીને હેલ્મેટ ન પહેરનારા વાહનચાલકો આ ડ્રાઇવનો ખાસ ભોગ બન્યા હતા.

Traffic Policeની અમદાવાદમાં ડ્રાઇવ, 3 કરોડનો દંડ વસૂલાયો
Traffic Policeની અમદાવાદમાં ડ્રાઇવ, 3 કરોડનો દંડ વસૂલાયો

ટ્રાફિક પોલીસે (Traffic Police) હેલ્મેટ વગરના વાહનચાલકોને દંડ્યા

ટ્રાફિક પોલીસે (Traffic Police) હેલ્મેટ વગરના વાહનચાલકો પાસેથી રૂ. 1.09 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. તેની સાથે-સાથે તેઓને વહેલામાં વહેલી તકે હેલ્મેટ લઈ લેવા અને ન લીધું તો ભવિષ્યમાં ફરીથી દંડ ભરવો પડશે તેવી ચેતવણી પણ આપી હતી. હેલ્મેટ વગરના હજારો વાહનચાલકોને પોલીસે દંડ ફટકાર્યો હતો.

Traffic Policeની અમદાવાદમાં ડ્રાઇવ, 3 કરોડનો દંડ વસૂલાયો
Traffic Policeની અમદાવાદમાં ડ્રાઇવ, 3 કરોડનો દંડ વસૂલાયો

લાઇસન્સ વગર વાહન ચલાવતા સગીરો પણ પકડાયા

આ ઉપરાંત પોલીસે ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન કેટલાક સગીરો (Minor) પણ પકડ્યા હતા. તેના પગલે તેમના માબાપને પણ બોલાવાયા હતા. તેમને પણ દંડ ફટકારીને લાઇસન્સ (Licence) મેળવી લેવા જણાવાયું હતું. તેની સાથે સ્કૂલોને પણ ચેતવણી આપતા જણાવ્યું હતું કે સ્કૂલે વાહન લઈને આવતા વિદ્યાર્થીઓનો રેકોર્ડ રાખે. તેઓ પાસે લાઇસન્સ હોય તે સુનિશ્ચિત કરવામાં આવે.

 

Traffic Policeની અમદાવાદમાં ડ્રાઇવ, 3 કરોડનો દંડ વસૂલાયો
Traffic Policeની અમદાવાદમાં ડ્રાઇવ, 3 કરોડનો દંડ વસૂલાયો

ગેરકાયદે પાર્કિંગ પર તવાઈ

આ ઉપરાંત પોલીસે ગેરકાયદે પાર્કિંગ (illegal Parking)સામે પણ તવાઈ બોલાવી હતી. ગેરકાયદે વાહનો પાર્ક કરનારા પર પોલીસ બરોબરની ત્રાટકી હતી. તેણે નિયમો તોડનારા 400થી પણ વધુ વાહનોને જપ્ત કર્યા હતા. આમ અમદાવાદ પોલીસે ટ્રાફિકને શિસ્તબદ્ધ બનાવવા માટેની કવાયત આદરી દીધી છે. અમદાવાદમાં ટ્રાફિકમાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો થયો છે. તેની સાથે અકસ્માતોનું પ્રમાણ પણ વધ્યુ છે. લગભગ દરરોજે કોઈને કોઈ જીવ ગુમાવે છે. આ જોઈને અમદાવાદમાં ટ્રાફિક પોલીસે ટ્રાફિકને શિસ્તબદ્ધ બનાવવા કવાયત આદરી છે.


આ પણ વાંચો: હવે ટ્રાફિકની ફરિયાદ ક્યાં કરશો? અમદાવાદ ટ્રાફિક પોલીસનું X (ટ્વિટર) એકાઉન્ટ સસ્પેન્ડ

આ પણ વાંચો: T20 મેચને લઈને અમદાવાદ ટ્રાફિક પોલીસનું જાહેરનામું, મોટેરા સ્ટેડિયમ પાસેના આ મુખ્ય માર્ગો રહેશે બંધ

આ પણ વાંચો: અમદાવાદમાં ST અને લક્ઝરી બસો બંધ કરવાનું આયોજન, મંત્રી દર્શના વાઘેલાનું મોટું નિવેદન